મુંબઈમાં બુધવારે (18 ડિસેમ્બર 2024)એ પેસેન્જર બોટ સાથે નેવીની બોટની ટક્કરને કારણે મુસાફરો ભરેલી બોટ દરિયામાં ડૂબી જતા 13 લોકોના મોત થયા હતા. ત્યારે હવે આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ વળતરની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે . આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે . નેવીના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકો માટે 50 હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ અકસ્માત અંગે નેવી ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નેવી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી આ બોટ એલિફન્ટા દ્વીપથી ગેટવે ઓફ ઈન્ડિયા તરફ જઈ રહી હતી. કોલાબા પોલીસે મુંબઈના નાથારામ ચૌધરીની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જે બોટ અકસ્માતમાં નાસી છૂટ્યો હતો. ભારતીય નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દરિયામાં એન્જિન ટ્રાયલ દરમિયાન સ્પીડબોટ ખરાબ થઈ જતા તે કાબૂ બહાર ગઈ અને પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી.