ત્રણ વર્ષ પૂર્વે ખાણ ખનિજ વિભાગે પણ ખાણોનું બુરાણ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ તંત્ર કરતા પણ માથાભારે સાબિત થયા છે. મૂળી અને થાનગઢ પંથકમાં ચાલતા કોલસાના મોટાપાયે ગેરકાયદેસર ખનન સામે આગાઉ ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી પણ થાકીને અંતે રાજીનામુ દીધા બાદ હવે ચોટીલા પ્રાંત અધિકારી મેદાને પત્યા છે અને કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ પર દરોડા કરી કરોડોનો મુદામાલ જપ્ત કરી ચૂક્યા છે તેવામાં ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ પ્રાંત અધિકારી અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમે મૂકી તાલુકાના ભેટ ગામે દરોડો કરી કોલસાની ગેરકાયદેસર ખાણો પરથી કરોડોનો મુદામાલ જપ્ત કર્યો હતો જે બાદ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ ખાણ ખનિજ વિભાગે કરેલી કામગીરીને ડહોળવા હતી જેમાં ભેટ ગામે કોલસાની ખાણો બુરાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આગાઉ જે પ્રકારે ખાણ ખનિજ વિભાગે થાનગઢ અને મૂળી પંથકના બે હજારથી પણ વધુ ખાણો પર આશરે દોઢ કરોડના સરકારી ખર્ચે બુરાણ કર્યું હતું અને આ ખાણો માત્ર ત્રણ કે ચાર મહિનામાં જ ફરીથી કોલસાનું ગેરકાયદેસર ખનન કરવા માટે ધમધમી ઉઠી હતી તે પ્રકારે પ્રાંત અધિકારી દ્વારા પણ હાલ સરકારી ખર્ચે આ ખાણો પર બુરાણ કરવાની કામગીરી કરી છે પરંતુ હવે બુરાણ કરેલ ખાણો કેટલા દિવસમાં ખુલી કરી ખનિજ માફીયાઓ ફરીથી કોલસાની કારોબાર શરૂ કરે છે ? તે જોવું રહ્યું.



