નશાના રવાડે ચડી જતા છ મહિનાથી વેંચતો અને પીવાના પણ કાઢી લેતો
જંગલેશ્વરના પેડલર પાસેથી લાવ્યાની કબૂલાત : એસઓજીએ તપાસ કરી તેજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગુરૂવરદ એપાર્ટમેન્ટની બાજુમા દરોડો પાડી મુકેશ વસનાણી નામના શખ્સને 86,300 રૂપિયાની કિંમતના 8.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા પોતે પીવાના રવાડે ચડી ગયા બાદ છ માસથી વેચીને પોતાની પણ વ્યવસ્થા કરી લેતો હોવાનું અને આ ડ્રગનો જથ્થો જંગલેશ્વરના પેડલર પાસેથી લાવ્યાની કબૂલાત આપતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ” મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ કે સેવન કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે રાજકોટ ગોંડલ બાયપાસ નેશનલ હાઇ-વે રોડ ઉપર ગુરૂવરદ એપાર્ટમેન્ટની બાજુમા એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઉભો છે આ બાતમી આધારે દરોડો પાડી મૂળ દૂધસાગર રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના અને હાલ ગૌરીદળ ગામે રહેતા મુકેશ સુગનામલ વસનાણી ઉ.45ને સકંજામાં લઇ તેની જડતી લેતા તેની પાસેથી 8.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતા પોલીસે 86,300નો જથ્થો કબ્જે કરી તેની ધરપકડ કરી હતી પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે પકડાયેલ શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો જંગલેશ્વરના એક પેડલર પાસેથી લાવી અને છૂટકમાં વેંચાણ કરતો હતો પોતે પણ નશાના રવાડે ચડી ગયો હોય છેલ્લા છ મહિનાથી માદક પદાર્થ વેચી કમાણી કરી પોતે પણ સેવન કરતો હતો જંગલેશ્વરના પેડલરનું નામ ઓકાવી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હાલ એસઓજીની ટીમે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને સ્થાનિક પોલીસને હવાલે કરતાં પીએસઆઈ એ.પી.રતન અને ટીમે વધું તપાસ હાથ ધરી છે.