રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 2024 ફોર્બ્સની 100 સૌથી ધનાઢ્ય ભારતીય ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ફોર્બ્સે અહેવાલ આપ્યો છે કે આ વર્ષે ભારતનાં ટોચનાં 100 સૌથી ધનિક લોકોની સામૂહિક કુલ સંપત્તિ પ્રથમ વખત એક ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે. ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લાં એક વર્ષમાં 27.5 બિલિયન ડોલર વધીને 119.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની વર્તમાન નેટવર્થ 108.3 બિલિયન ડોલર છે, જે તેમને વિશ્વનાં 13 માં સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.
- Advertisement -
ફોર્બ્સની આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને રહ્યાં હતાં જેમની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર રહી હતી. ફોર્બ્સે કહ્યું કે મજબૂત શેરબજાર, આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડના કારણે ભારતના અમીરો વધુ અમીર થઈ રહ્યાં છે. ફોર્બ્સે કહ્યું કે યાદીમાંના 80 ટકાથી વધુ લોકો શ્રીમંત બની ગયાં છે, જેમાંના 58 લોકોએ તેમની સંબંધિત નેટવર્થમાં 1 બિલિયન ડોલરથી વધુનો ઉમેરો કર્યો છે.