દરરોજ 2 લાખથી વધુ ભક્તો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા; ગુરુવાયુર મંદિરમાં પણ 15 કરોડનું દાન
ખાસ-ખબર ન્યૂઝ તિરુપતિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ઝઝઉ) ખાતે ભક્તોની સેવામાં એક મોટું યોગદાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાના ભાગરૂપે, તિરુમાલા ખાતેના શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રસોડાની વિશેષતાઓ: આ નવું રસોડું ઝઝઉ અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ સમર્થનથી બનાવવામાં આવશે.
તેમાં અદ્યતન ઓટોમેશનનો ઉપયોગ થશે, જેના થકી દરરોજે 2,00,000 (બે લાખ)થી વધુ લોકો માટે શુદ્ધ ભોજન તૈયાર કરવા તેમજ પીરસવાની ક્ષમતા હશે.
આ પહેલનો હેતુ દરેક ભક્તને અત્યંત ભક્તિભાવ, શુદ્ધતા અને કાળજી સાથે તૈયાર કરાયેલો પૌષ્ટિક અન્ન પ્રસાદમ પ્રેમથી પીરસવાનો છે.
આ પ્રયાસ દ્વારા, શ્રી અંબાણીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુના અન્ન સેવા પરંપરાને તમામ ઝઝઉ મંદિરોમાં વિસ્તારવાના ઉમદા દ્રષ્ટિકોણમાં યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ગુરુવાયુર મંદિરમાં પણ દાન: આ ઉપરાંત, શ્રી મુકેશ અંબાણીએ કેરળના ત્રિશૂરના ગુરુવાયુર શહેર સ્થિત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતા અને મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન
આપ્યું હતું.



