-વૈભવી ઈમારત 22 માળની; સાત માળ સુધી કાર પાર્કિંગ
એશીયાના સૌથી ધનિક બીઝનેસમેન મુકેશ અંબાણી તેમના ઉમદા સ્વભાવ માટે જાણીતા છે.કર્મચારીઓની મદદે માટે હંમેશા તત્પર રહેતા મુકેશ અંબાણીએ તાજેતરમાં જ પોતાના મિત્ર અને અત્યંત વિશ્વાસુ કર્મચારીને રૂા.1500 કરોડનું વૈભવી ઘર ભેટમા આપ્યું છે.મુકેશ અંબાણીએ દાયકાઓથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા મનોજ મોદીને ભેટમાં આપેલુ 22 માળનું મકાન લોકચર્ચાનો વિષય બન્યો છે.
- Advertisement -
અંબાણીના અત્યંત વિશ્વાસુ કર્મચારી એવા મનોજ મોદી રીલાયન્સના પ્રારંભથી જ તેની સાથે જોડાયેલા રીલાયન્સના કર્મચારી જ નહિં પરંતુ મુકેશ અંબાણીના મિત્ર પણ છે. રિલાયન્સનુ સુકાન જયારે ધીરૂભાઈ અંબાણીના હાથમાં હતું તે સમયે 80 ના દાયકામાં મનોજ મોદી કંપનીમાં જોડાયા હતા.રિલાયન્સનાં તમામ સોદાઓની સફળતા પાછળ તેમની મહત્વની ભૂમિકા હોય છે.એપ્રિલ 2020 માં ફેસબુક સાથેના રીલાયન્સ જીયોના રૂા.43000 કરોડના સોદામાં તેમની ભુમિકા અત્યંત મહત્વની હતી.
મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયો અને રીટેલમાં ડીરેકટર એવા મોદીને મુંબઈના અત્યંત વૈભવી નેપીયન સી રોડ પર ‘વૃંદાવન’ નામની 22 માળની ઈમારત ભેટ આપી છે. જેએસડબલ્યુ જુથના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર સજજન જીંદાલ પણ આજ વિસ્તારમાં રહે છે. નેપીયન સી રોડ વિસ્તારમાં પ્રોપર્ટીનો ભાવ સ્કવેર ફૂટ દીઠ રૂા.45,100 થી રૂા.70,600 જેટલો છે. મોદીને અપાયેલી આ ઈમારતની કિંમત આશરે 1500 કરોડથી વધુ થવા જાય છે. ઈમારતનો દરેક માળ 8,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે અને સમગ્ર ઈમારત 1.7 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલી છે.