– BSE અને NSE બંનેમાં એક કલાક સંવત 2079ના મુહુર્તના સોદા થશે
મુંબઈ શેરબજાર તથા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોમવારે દિપાવલીના દિવસે સંવત 2079ના એક કલાકનું મુર્હુતનું ટ્રેડીંગ કરવામાં આવશે. આ મુર્હુતના કામકાજ સાંજે 6-15થી 7-15 સુધી ચાલશે. દિવાળીના દિવસે શેરબજારમાં નિયમિત રીતે મુર્હુતના સોદા માટે ખાસ એક કલાકનું ટ્રેડીંગ થાય છે.
- Advertisement -
જ્યારે તેમાં નવા સંવત વર્ષમાં માર્કેટ કઇ બાજુ જશે તેનો અંદાજ આવે છે. અને એક કલાક માટે આ ટ્રેડીંગ વિન્ડો ખુલશે. અત્યાર સુધીમાં છેલ્લા 15 મુર્હુતના ટ્રેડીંગ સેશનમાં 11 સેશનમાં શેરબજારના સેન્સેક્સ ગ્રીન રહ્યા હતા અને ફક્ત ચારમાં જ સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો. 2078ના સંવત વર્ષમાં ભારતીય શેરબજાર રિકવરીના પંથે હોવાનું માનવામાં આવે છે.
જો કે આ સંવત વર્ષ દરમિયાન બજારમાં ઘણી અફડાતફડી રહી હતી. જ્યારે આગામી વર્ષે યુક્રેન અને રશિયાનું યુધ્ધ અમેરિકી ફેડ દ્વારા આગામી વ્યાજદર અંગે શું નિર્ણય લેવાય છે તે ક્રુડ તેલના ભાવ તેમજ જે મંદીની શક્યતાઓ છે તે તમામના આધારે સંવત 2079ના માર્કેટના સંકેતો મળી શકે છે.