શહેરમાં તાજીયા પડમાં આવ્યા : મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે સાથે તાજીયા પણ પળમાં આવતા હિન્દુ – મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા આવી પહોંચે છે. દેશમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જુનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે. અનેક શહેરોમાં તાજીયા પડ માં આવે છે. પરંતુ જૂનાગઢના નવાબે ભેટ આપેલી ચાંદીની સેજ પડમાં આવતા આ તહેવારનું ધાર્મિક સાથે ઐતીહાસિક મહત્વ પણ અનેક રીતે વધી જાય છે.
- Advertisement -
મહોરમને લઇ શહેરમાં પોલીસ બંદોબસ્ત
એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચાનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં 03 પીઆઇ, 11 પીએસઆઈ, 160 પોલીસ, 30 હોમગાર્ડ સહિત આશરે 225 અધિકારીઓ તથા સ્ટાફના માણસો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુખનાથ ચોક, માંડવી, દિવાન ચોક, દોલતપરા વિગેરે વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.સમગ્ર મહોરમ તાજિયા બંદોબસ્તની વિડિયોગ્રાફી માટે 03 વિડિયોગ્રાફર, 17 વોકિટોકી, હથિયાર ધારી ગાર્ડ 02, 04 ગેસમેન, 02 દૂરબીન, 04 રસ્સા સાથે પોલીસ સ્ટાફને ગોઠવવામાં આવેલ છે.