ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્રની કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ઠેરઠેર માર્ગો પર માટીનાં ઢગલા પડ્યા હતાં. આ અંગેનાં અહેવાલ ખાસ ખબરમાં પ્રસિધ્ધ થયા હતા. બાદ તંત્ર દ્વારા આ ઢગલા દુર કરવામાં આવ્યાં હતાં.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જે જગ્યાએ ગટરનું કામ કરવામાં આવ્યું ત્યાં રસ્તા રિપેર કરવામાં આવ્યાં હતા. રિપેર કરેલા રસ્તા પરથી વાહન ચાલકો પસાર ન થાય તે માટે માટીનાં ઢગલા કરી રસ્તા બંધ કરવામાં આવ્યા હતાં. જોકે લાંબો સમય થયા છતા માટીનાં ઢગલા જેમનાં તેમ પડ્યાં હતાં અને લોકોને હાલાકી પડી રહી હતી. આ અંગે ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. આ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને માર્ગો પરથી માટીનાં ઢગલા દુર કરવામાં આવ્યાં હતાં અને રસ્તા શરૂ કરાયા હતાં.