IPL ટ્રોફી જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર દિનશા પારડીવાલાનો સંપર્ક કર્યો હતો. તે BCCIની મેડિકલ પેનલનો પણ ભાગ છે અને તેણે ઘણા દિગ્ગજ ક્રિકેટરો પર સર્જરી કરી છે. જેમાં ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ થાય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. ગુરુવારે માહીએ મુંબઈની એક હોસ્પિટલમાં તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવી હતી. આઈપીએલની આ સિઝનમાં તે ખૂબ જ પીડામાં હતા અને વિકેટ કીપિંગ દરમિયાન લંગડાતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ધોનીએ IPL પછી તરત ઘૂંટણની પહેલી સર્જરી કરાવી. IPL ટ્રોફી જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર દિનશા પારડીવાલાનો સંપર્ક કર્યો હતો. તે BCCIની મેડિકલ પેનલનો પણ ભાગ છે અને તેણે ઘણા દિગ્ગજ ક્રિકેટરો પર સર્જરી કરી છે. જેમાં ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ થાય છે.
- Advertisement -
MS Dhoni undergoes successful knee surgery following CSK's fifth IPL win
Read @ANI Story | https://t.co/ZimaSRvMrH#MSDhoni #CSK #ChennaiSuperKings #cricket pic.twitter.com/jm9Wpz57yW
— ANI Digital (@ani_digital) June 1, 2023
- Advertisement -
એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે
CSKના મેનેજમેન્ટની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, હા, ધોનીએ ગુરુવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સફળ સર્જરી કરાવી છે. તે સ્વસ્થ છે અને એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે. તેમનું પુનર્વસન શરૂ કરતા પહેલા તે થોડા દિવસો આરામ કરશે. હવે એવું લાગે છે કે તેની પાસે આગામી IPLમાં રમવા માટે ફિટ થવા માટે પૂરતો સમય હશે. CSKના CEO કાસી વિશ્વનાથને ખુલાસો કર્યો કે ગુરુવારે તેની સર્જરી બાદ તેણે ધોની સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ઓપરેશન બાદ ધોની સાથે વાતચીત થઈ હતી. તે કઈ સર્જરી કરવામાં આવી હતી તેના વિશે વધારે ખ્યાલ નથી. પરંતુ તે ચોક્કસપણે જાણવા મળ્યું હતું કે તે કી-હોલ સર્જરી હતી. અમારી વાતચીતમાં તેની હાલત અને સ્થિતિ સારી લાગી રહી હતી.
ધોનીની પત્ની હોસ્પિટલમાં હાજર
મળતી માહિતી મુજબ સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડૉ. દિનશા પારડીવાલાએ ધોનીની સર્જરી કરી હતી. આ પહેલા તેમણે રિષભ પંતનું ઓપરેશન કર્યું હતું. તેણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ધોનીનું ઑપરેશન કર્યું હતું. ધોનીની પત્ની સાક્ષી હોસ્પિટલમાં તેની સાથે છે. ધોનીને 31 મે, બુધવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Always our driving force pushing us forward!🦁#ThalaThalaDhan #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/0cvYYzmwJs
— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2023
ધોનીને સાજા થવામાં બે મહિના લાગશે
નોંધનીય છે કે CSK મેનેજમેન્ટે ધોનીની સારવારની દેખરેખ માટે મુંબઈમાં તેની ટીમ ડૉક્ટર ડૉ. મધુ થોટ્ટાપિલની નિમણૂક કરી છે. તેના સંપૂર્ણ સ્વસ્થ થવાનો ચોક્કસ સમય હજુ જાણી શકાયો નથી, પરંતુ અંદાજ છે કે ધોની લગભગ 2 મહિનામાં સ્વસ્થ થઈ જશે.
ચેન્નાઈએ પાંચમું ટાઈટલ જીત્યું છે
તમને જણાવી દઈએ કે સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈ બીજી ટીમ બની જેણે IPLનું પાંચમું ટાઈટલ જીત્યું. ચેન્નાઈ પહેલા મુંબઈએ પાંચ ટ્રોફી જીતી છે. IPL ફાઈનલ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે દર્શકોનો પ્રેમ જોયા બાદ તે વધુ એક સિઝન રમવા માંગે છે.