– ખાસ ઈન્ટરપ્રીટરની પસંદગી: તબકકાવાર અમલ
દેશના નવા સંસદભવનમાં હવે સાંસદો ભારતની માન્ય ભાષામાં પણ તમામ વકતાઓને સાંભળી શકશે. હાલના સંસદભવનને ફકત હિન્દી કે ઈંગ્લીશ ટ્રાન્સલેશનની જ સુવિધા હતી અને હવે નવા ભવનમાં દેશની 22 ભાષામાં રીયલ ટાઈમ ટ્રાન્સલેશન સાંભળી શકશે. લોકસભા સચીવાલયે હાલ તેલુગુ અને કન્નડા ભાષામાં ઈન્ટરપ્રીટરનું લાઈવ ડેમોસ્ટ્રેશન કર્યુ હતું.
- Advertisement -
ખાસ કરીને બજેટ કે મહત્વની ડિબેટમાં હાલ આ સુવિધા ઉપલબ્ધ બનશે. આ સુવિધા તબકકાવાર સાંસદની ચેમ્બર્સ તથા મુલાકાતીઓની ગેલેરીમાં પણ સાંભળી શકાશે. સાંસદોને હિન્દી કે અંગ્રેજી કરતા તેમની માતૃભાષામાં પણ વધુ સારી રીતે બોલી શકે છે. જો કે તેના માટે સારા ઈન્ટરપ્રીટર શોધવા ખૂબજ મુશ્કેલ છે અને આ માટે હાલ 43 ઈન્ટરપ્રીટરને પસંદ કરાયા છે.