એક જ દિવસમાં સાંસદ રાજેશ ચુડાસમાના તેવર બદલાયા
કેટલીક વિધાનસભામાંથી ઓછી લીડ મળ્યાથી સાંસદ ગીનાયાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે પરંતુ જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાનું રાજકારણ હજુ ગરમ છે પ્રાંચીમાં યોજાયેલી અભિવાદન સમારોહ સભામાં ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાના તીખા તેવર જોવા મળ્યા હતા રાજેશ ચુડાસમાએ અહીં કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે પરંતુ હું તેમને મુકવાનો નથી આ પ્રકારના નિવેદનથી સોરઠના રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી. તેમજ ગિર-સોમનાથ જિલ્લામાં પણ આ મુદ્દો ગરમાયો હતો આ મુદ્દાને કોંગ્રેસે પણ હવા આપવાનો પ્રયાસ કર્યો હતો અને ભાજપમાં જોડાયેલા એમએલએ તરફ ઇશારો કર્યાના આક્ષેપો થયા હતા.
જો કે, આ ઘટના બાદ અચાનક સાંસદ રાજશે ચુડાસમાના તેવર બદલાઇ ગયા હતા. બાદ જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમ બાદ મિડીયા સમક્ષ પોતાના બચાવમાં આવી ગયા હતા અને આ વિવાદ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. અને કહ્યુ હતુ કે જે લોકોના કામ કર્યા તે સામે હતા તેને મદદ નહીં મળે તેવી વાત કરી હતી. જો કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં કાટાની ટક્કર દેખાઇ હતી પરંતુ રાજેશ ચુડાસમાનો ભવ્ય વિજય થયો હતો. આ બેઠક ઉપરથી કેટલીક વિધાનસભા બેઠકમાં ઓછી લીડ મળી હતી. જેની સામે રાજેશ ચુડાસમા લાલ ઘૂમ હોવાનું મનાઇ રહ્યુ છે. બીજી તરફ ગીર-સોમનાથ જિલ્લામાં મોટા પાયે ડિમોલીશ પણ થઇ રહ્યુ છે ત્યારે સાંસદના આ નિવદનથી બળતામાં ઘી હોમાયુ છે.