સાંસદ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
રાજ્યમાં ગયા મહિના દરમિયાન થયેલ ભારે વરસાદના પગલે ઠેર ઠેર નુકશાની સને આવી હતી જેમાં સૌથી વધુ ખેડૂતોના પાકને નુકશાન થયું હોવાનો અંદાજો લગાવ્યો છે
- Advertisement -
તેવામાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શીહોરા દ્વારા ધ્રાંગધ્રા અને હળવદ પંથકમાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરિયાઓને પણ નુકશાન થયું હોવાની વાતને લઈ સર્વે કામગીરી કરી વળતર આપવા માંગ કરી છે. સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા ધ્રાંગધ્રા અને હળવદ પંથકના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા અગરિયાઓને પણ ભારે વરસાદના લીધે રણમાં પાણીથી મીઠાના પાટા ધોવાયા હોય જેના લીધે અગરિયાઓને મોટું નુકશાન થતું છે. જ્યારે અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજરાત અગરિયાઓને હવે અન્ય કોઈ સગરો રહ્યો ન હોય જેથી સરકાર પાસે આસ લગાવી બેઠા છે જેથી મીઠાની નુકશાની અંગે સર્વે કરી અગરિયાઓને વળતર મળે તે માટે સાંસદ ચંદુભાઈ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર લખી વળતરની માંગ કરાઈ છે.