ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પધારેલા કેન્દ્રીય મંત્રી (રાજ્યકક્ષા) ગ્રાહક સુરક્ષા, અને ખાદ્ય તથા જાહેર વિતરણ મંત્રાલયના નિમુબેન બાંભણિયા સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી. જેમાં ગ્રાહક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, અને જાહેર વિતરણ પ્રણાલીને લગતા વિષયો મુખ્ય હતા. આ બેઠક રાજ્યમાં ગ્રાહક સુરક્ષા અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે યોજાઈ હતી. નિમુબેન બાંભણિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને તેમને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો સહેલાઈથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા વિવિધ પગલાંઓ વિશે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને જાહેર વિતરણ પ્રણાલી (ઙઉજ)માં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવેલા સુધારાઓ પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય ખાદ્ય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા સાથે સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત કરી
