ખાસ-ખબર સંવાદદાતા
માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી અને સાંસદ મોહન કુંડારિયાના કમાન્ડોએ પોતાની સર્વિસ રિવોલ્વર વડે લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ બનાવ મામલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના કમાન્ડોએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો છે. સાંસદના કમાન્ડો અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરાએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો જેમાં સર્વિસ રિવોલ્વર વડે લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
- Advertisement -
આ બનાવની જાણ થતા માળિયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. અશ્વિનભાઈ બાલાસરા અગાઉ વાસણભાઈ આહીરના કમાન્ડો રહી ચુક્યા હોય અને હાલ તેઓ મોહનભાઈ કુંડારિયા સાંસદના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હોવાનું ગામના સરપંચ પાસેથી જાણવા મળ્યું છે. મૃતક કમાન્ડોને ફેફસાંની બીમારી હોય જેથી કંટાળી આપઘાત કર્યો હોય તેવી માહિતી માળિયા પીએસઆઈ બી.ડી જાડેજાએ આપી હતી.