SGSTમાં સુધારાનો પહેલી ઓક્ટોબરથી અમલ
નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકારની કવાયત શરૂ
- Advertisement -
તાજેતરના વર્ષોમાં ઓનલાઈન વ્યાપારમાં નોંધપાત્ર વધારો
તાજેતરના વર્ષોમાં ઓનલાઈન વ્યાપારમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઈન ચીજવસ્તુનું વેચાણ કરીને ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલતા ઓપરેટર-એગ્રેટેગર પાસેથી ટેક્સ એકત્રિત કરવા હિલચાલ હાથ ધરાઈ છે. ઈલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર મારફતે ગુડ્ઝનો સપ્લાય કરનાર પાસેથી મૂળસ્થાનેથી ટેક્સ એકત્રિત કરવો જરૂરી છે.
ગુજરાતમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ઓનલાઈન વેચાણ વધવાને પગલે નાના વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવા અંગે કરાયેલી રજુઆતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને અનુસરીને ઓનલાઈન વેચાણ કરનારાને નિયંત્રિત કરવા હિલચાલ હાથ ધરી છે. આ હેતુસર SGSTની કાનૂની જોગવાઈઓમાં સુધારા કરાયા છે અને તા. 1 ઓક્ટોબર, 2023થી સૂચિત જોગવાઈઓનો અમલ કરાશે. જે વ્યક્તિઓ ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર દ્વારા માલનો પુરવઠો પૂરો પાડે છે, જેમણે ટેક્સ એકત્રિત કરવાની જરૂર છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યાનુસાર, આ અધિનિયમની કલમ- 52 હેઠળ સ્ત્રોત અને અગાઉના નાણાકીય વર્ષમાં અને ચાલુ નાણાકીય વર્ષમાં એકંદર ટર્નઓવર ધરાવતો હોય, જેની ઉપરની જોગવાઈઓ અનુસાર સપ્લાયર રાજ્યમાં નોંધણી કરાવવા માટે જવાબદાર હોય તેવા કુલ ટર્નઓવરની રકમ કરતાં વધુ ન હોય તેવા વેપારીને કેટલીક શરતોને આધીન રહીને નોંધણી મેળવવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આવી વ્યક્તિઓ માલનો કોઈપણ આંતર-રાજ્ય સપ્લાય કરશે નહીં; તેમજ એક કરતાં વધુ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર દ્વારા માલનો સપ્લાય કરશે નહીં. આ વેપારીઓ પાસે ઙઅગ હોવો જરૂરી છે. આવી વ્યક્તિઓને રાજ્યમાં એક કરતાં વધુ નોંધણી નંબર આપવામાં આવશે નહીં.