ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
રાજયના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.22 થી 28 એપ્રિલ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ 9 જીલ્લાના કુલ 51 ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી.આ પૂર્ણાહુતી કાર્યક્રમમાં શહેર ભાજપ ગૌરવ રૂપારેલિયા, પ્રદેશ ભાજપ મંત્રી જીગરભાઈ ભાવસાર તથા ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
- Advertisement -
તાલીમાર્થીઓએ કેમ્પના અનુભવો વિષે વાત કરી કે, એડવેન્ચર પ્રવૃત્તિ કરવાની ખુબ મજા આવી હતી. નવા નવા મિત્રો બનાવ્યા,ખડક પર કઈ રીતે ચઢવું તથા કઈ રીતે ઉતરવું અલગ અલગ પદ્ધતિ થી તે શીખવા મળ્યું હતુ. પ્રદેશ ભાજપ મંત્રી જીગરભાઈ ભાવસારે બાળકોને પ્રોત્સાહિત કર્યા કે આવી પ્રવૃતિમાં વધુને વધુ જોડાવો તથા જીદગીમાં આવી સાહસિક પ્રવૃત્તિ કરેલ હશે તો જીવનમાં સાહસિકતા ના ગુણો ખીલશે. પ્રમુખ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તેઓ પણ 1996માં પ્રથમ વાર એડવેન્ચર કોર્ષમાં જોડાયા હતા અને ત્યાર પછી બીજા બધા પર્વતારોહણના કોર્ષ કરી ઇન્સ્ટ્રક્ટર બન્યા અને માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા પણ આ સંસ્થામાં આપી હતી, આવી તાલીમ શિબિર બાળકોમાં ડિસીપ્લીન કેળવે છે તથા સમય સાથે રહીને કામ કરશો તો સમય તમારો સાથ આપશે તે શિબિરમાં જાણવા મળે છે. આ તકે એડવેન્ચર કોર્ષમાં ઉમંગ વેકરીયા,સંજયકુમાર અસારીં, જીયા દવે, રવિ પરમારે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપેલ હતી. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડએ આપી હતી.અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર ઉમંગ વેકરીયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર જીયા દવે અમદાવાદ એ કર્યું હતું.