નરસિંહ મહેતા યુનિવર્સીટી અને અતુલ્ય વારસો સંસ્થાનું MOU
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ અને અતુલ્ય વારસો સંસ્થા, ગાંધીનગર વચ્ચે ઈતિહાસ, પુરાતત્વ, હેરિટેજ શિક્ષણ, પ્રવાસન જેવા વિવિધ મુદ્દાઓને આવરીને એમ.ઓફ.યુ. કરવામાં આવ્યા હતા. મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગની શુભ શરૂઆતથી યુનિવર્સીટીનાં વિધાર્થીઓને જોડી વિવિધત્તમ પ્રોજેક્ટ, સંશોધન, સ્કીલ તાલિમ વગેરેનું અમલીકરણ સરળ બનશે સાથે સાથે સૌરાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની કામગીરીને વેગ મળશે. યુનઉનાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવેલ એમ.ઓ.યુ દરમ્યાન યુનિવર્સીટીનાં રજિસ્ટ્રાર મયંક સોની, ઇતિહાસ અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો. વિશાલ આર. જોષી, સિન્ડીકેટ સભ્ય જય ત્રિવેદી, ઇતિહાસ વિભાગનાં પ્રધ્યાપક ડો. રમેશ ચૌહાણ, સહિત યુનિવર્સીટીનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે અતુલ્ય વારસો ટીમ તરફથી સંસ્થાના સ્થાપકશ્રી કપિલભાઈ ઠાકર, ડાયરેકટર નરેન્દ્રભાઈ ઓતિયા, આસી. જનરલ મેનેજરશ્રી રોનકભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.