આંબેડકર ચોક પાસેનો અંડરપાસ બંધ થતાં લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર શહેરમાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર સરળ બનાવવા માટે બનાવાયેલા રેલવે અંડરપાસમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સુરેન્દ્રનગર-વઢવાણના શહેરી વિસ્તારો અને માર્ગો પર પણ હળવા વરસાદમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો ઊઠી રહી છે.તાજેતરમાં સોમવારે પડેલા વરસાદને કારણે આંબેડકર ચોક સામે આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે, રાત્રિના સમયે વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકીને તંત્ર દ્વારા પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંડરપાસ બંધ થવાના કારણે લોકોને રાત્રિના સમયે રિવરફ્રન્ટ સહિતના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
- Advertisement -
અંડરપાસમાં વારંવાર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા વિક્ષેપો ટાળી શકાય અને લોકો સરળતાથી અવરજવર કરી શકે.