મતદાનનો અનુરોધ: 69,855 ગ્રાહકોના બિલમાં મતદાનનો સિક્કો
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.4
ગીર સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે ગીર સોમનાથ પીજીવીસીએલની 7 પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના 69,855 જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા મતદારો ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની 7 પેટા વિભાગીય કચેરીઓ અનુક્રમે વેરાવળ શહેર, જી.આઈ.ડી.સી વેરાવળ, પ્રભાસ પાટણ, તાલાલા, આંકોલવાડી, પ્રાંચી, સુત્રાપાડા દ્વારા પોતાના વીજ ગ્રાહકોને લોકસભાની ચૂંટણી અંતર્ગત વીજ બિલોમાં જેમાં “ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ ” 7 મી મે 2024ના રોજ ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સિક્કો લગાડીને મતદાન કરવા પ્રત્યે વીજ ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી ઝૂંબેશ સ્વરૂપે વીજબીલમાં વીજ ગ્રાહકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી.