જૂનાગઢ મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ નવરાત્રી ઉત્સવ ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વાર નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જગતજનની જગદંબાના આગમનને વધાવવા માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાચીન પરંપરા મુજબ વચ્ચે માતાજીની માંડવી રાખી, મા જગદંબાની સ્થાપના કરી, શણગારી, રંગોળી કરી, શહેનાઈના મંગલ ધ્વનિ અને પવિત્ર ધૂપ વડે વાતાવરણ વિશુદ્ધ કરવામાં આવ્યું હતું. તેમજ માતાજીની સાથે માતૃસ્વરૂપ 12 બાળાઓને મુગટ – ત્રિશૂળ સાથે શણગારી અલૌકિક વાતાવરણમાં ભવ્ય આરતીથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જ્ઞાતિના બહેનો દ્વારા માતાજી અને શક્તિ સ્વરૂપ બાળાઓની સમૂહ આરતી કરવામાં આવી હતી. બાલીકાઓનું આરતી પૂજન કરવાનો આ નવતર અભિગમ કે પ્રયોગ ગુજરાતભરમાં કદાચ સર્વ પ્રથમ વખત કરવામાં આવ્યો હશે.