International Mother Language Day 2022
વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે.
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો નથી…પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. – કવિ નર્મદ
વર્ષ 1999માં માતૃભાષા દિવસ મનાવવાની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000માં પહેલી વખત આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુનિયાભરમાં ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગરુકતા ફેલાવવાનો છે. વર્ષ 1999માં માતૃભાષા દિવસ મનાવવાની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000માં પહેલી વખત આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21 ફેબ્રુઆરીએ એક આંદોલન આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં જ યુનેસ્કોએ પહેલી વખત વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલી વખત વર્ષ 2000માં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
- Advertisement -
આ દિવસ સૂચવે છે કે કઈ રીતે યુનેસ્કો જેવી એક આંતર-સરકારી સંસ્થા ટકાઉ સમાજ સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાના મહત્વમાં માને છે. UNESCOના મતે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સાંસ્કૃતિક તફાવતો અને ભાષાઓને જાળવવાનું કામ કરવું તેના દાયરામાં છે, જેથી વિવિધતા માટેની સહનશીલતા અને આદર ભાવનામાં વધારો થાય.
આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ, સ્તરે 40 ટકા વસ્તીને તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણની પહોંચ નથી. એટલે જ માતૃભાષા દિવસ થકી આ ભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવાનો ઉદ્દેશ છે કે દુનિયાભરની ભાષાઓ અને સંસ્કૃતિનું સન્માન થાય. અ દિવસને મનાવવાનો હેતુ વિશ્વભરની ભાષાઓ અને સાંસ્કૃતિક વિવિધતાઓનો કરવાનો છે.
‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. મોટાભાગના નિર્ધારિત થીમ પર હોય છે. વર્ષ 2022 માટે આ દિવસની થીમ છે- “Using technology for multilingual learning: Challenges and opportunities’ એટલે કે ‘બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ: પડકારો અને તકો’.


