સરકારમાં જ સંકલનનો અભાવ
સરકાર એકાઉન્ટ બ્લોક કરાવી – નોટીસ આપી સંતોષ માને છે : ટ્રાઈના પત્રથી માહિતી બહાર
મેટા સહકાર આપે છે તેવો સંતોષ માની લેવાય છે: ટેલિગ્રામ અને સિગ્નલ તો સરકારની પહોંચની બહાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડમાં મોબાઈલ કોલીંગ અને વિડીયો કોલીંગ તથા એસએમએસની ભૂમિકા ખૂબજ મહત્વની બની રહી છે. વોટસએપ વિડીયો કોલીંગ એ રેકોર્ડ થઈ શકતા નથી અને તેના આધારે ડીજીટલ એરેસ્ટથી હનીટ્રેપ જેવા અપરાધો થાય છે.
તેમાં સરકાર હવે વોટસએપની જવાબદારી નિશ્ચિત કરવા નિર્ણય લીધો છે. કેન્દ્રના સંદેશાવ્યવહાર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ પ્રકારના ફ્રોડ અંગે ટેલીકોમ રેગ્યુલેટરી એજન્સી (ટ્રાય)ના રીપોર્ટના આધારે વોટસએપ અને તેની પેરેન્ટ કંપની મેટાને નોટીસ પાઠવી છે. આ વિભાગના સેક્રેટરી એસ.ક્રિશ્નને સ્વીકાર્યુ કે, સરકાર સક્રીય રીતે આ પ્રકારના ફ્રોડને ડામવા વોટસએપ સહિતના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સાથે કામ કરે છે પણ આ પ્રકારના સાયબર સ્કેમ કરનારા હંમેશા એક ડગલું આગળ હોય છે અને તેમાં નવો માર્ગ શોધી લે છે તે સરકારની ચિંતા છે.
વોટસએપ કોલ એ ટ્રાઈના અધિકાર ક્ષષત્રમાં આવતુ નથી તેથી તેણે સરકારના મંત્રાલયને રીપોર્ટ કર્યો હતો. વાસ્તવમાં આ જયુરીડિકશનનો પ્રશ્ર્ન છે. વોટસએપ, સિગ્નલ અને ટેલીગ્રામ એ ટ્રાઈ હેઠળ આવતા નથી. ટ્રાયને ફકત રેગ્યુલર ફોન કોલ અને એસએમએસની જ સતા છે. જયારે એપ્લીકેશન્સ મારફત થતા કોલ-મેસેજ એ ટેલીકોમ અને આઈટી મંત્રાલય હેઠળ આવે છે. સરકારનો દાવો છે કે વોટસએપ એ સરકાર સાથે સહયોગ કરે છે અને કેટલાક એકાઉન્ટ બ્લોક કર્યા છે.
- Advertisement -
જો કે વધુ કૌભાંડો તો ટેલીગ્રામ અને સિગ્નલ એપ. મારફત થાય છે. તેના પર સરકારનો તેના પર કોઈ અંકુશ જ નથી પણ વોટસએપનો ઉપયોગ વ્યાપક છે અને તેથી ફ્રોડ કરનારાઓ તેનો ઉપયોગ વધુ કરે છે. ટેલીકોમ કંપનીઓ પણ આ રીતે ઓવર ધ ટોપ- એપ. મારફત થતા ફ્રોડ કે સ્પામફોટા-એસએમએસ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે પણ આ પ્રકારના ઓટીટી પર કોઈ નિયંત્રણ નથી. ટેલીકોમ કંપનીઓને અનેક વખત ચોકકસ નંબર બ્લોક કરવા જણાવાયુ છે પણ ઓટીટી પર આવુ કોઈ અંકુશ નથી તેમાં કોઈ લાયસન્સ વગર જ આવે છે.