ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં થયેલા મોસમના ભારે વરસાદના કારણે અનેક ડેમો 100 ટકા ભરાઈ ચૂક્યા છે. ફોદાળા, ખંભાળા, કાલિન્દી, સોરઠી, બરડાસાગર સહિતના મોટા ડેમો વરસાદના પાણીથી છલકાયા છે. ફોદાળા ડેમમાં 93.57 ટકા પાણીનું લેવલ નોંધાયું છે અને આ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ખંભાળા ડેમમાં 15.328 ઘનમીટર પાણીનો જીવંત જથ્થો છે અને 39.63 ટકા પાણીનું લેવલ દર્શાવે છે, જે પણ 100 ટકા ભરાઈ ચુક્યો છે. અમિપુર ડેમ 73 ટકા ભરાયો છે જ્યારે રાણા ખીરસરા ડેમમાં 59.59 ટકા પાણીનું સ્તર છે.
- Advertisement -
કાલિન્દી ડેમ અને અડવાણા-સારણ ડેમ સહિત અનેક ડેમો વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયા છે. સોરઠી ડેમમાં 114.758 ઘનમીટર પાણીનો જથ્થો હોવાથી 100 ટકા ભરાવના સમાચાર પ્રાપ્ત થયા છે. અતિ ભારે વરસાદને કારણે અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી પાણીનો પ્રવાહ નિયમિત રાખી શકાય. પોરબંદરના મોટાભાગના
ડેમો છલકાતા ખેડૂતો અને સ્થાનિક પ્રજાજનોમાં ખુશીની લાગણી છે.