રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી છે. ISISની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી છે. ન્યુઝ એજન્સીનાં જણાવ્યા મુજબ ISISની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, ISIS ન્યૂઝ એજન્સીએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ISIS એ કહ્યું છે કે તેણે મોસ્કોની બહારના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા.
ISIS claims responsibility for terror attack on Moscow concert hall; US claims of warning Russia about impending attack
Read @ANI Story | https://t.co/khlVPmGUi2#RussiaAttack #IslamicState #MoscowConcertHall pic.twitter.com/QxjG7X9XQC
- Advertisement -
— ANI Digital (@ani_digital) March 23, 2024
શુક્રવારે રાત્રે ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ શરૂ થવાનો હતો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પછી કેટલાક સશસ્ત્ર વ્યક્તિઓએ “ઓટોમેટિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો”. ત્યાં ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. આ આતંકી હુમલામાં 40 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદી હુમલામાં સ્થળની છત આંશિક રીતે પડી ગઈ છે. રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ પરફોર્મ કરવા જઈ રહ્યું હતું ત્યારે હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોની સંખ્યા 5 હોવાનું કહેવાય છે.
Russia: Armed men open fire, detonate explosives in Moscow concert hall; 40 killed, over 100 injured
Read @ANI Story | https://t.co/52SWSPlV7m#Russia #ConcertHall #attack pic.twitter.com/kJT0LuHoq8
— ANI Digital (@ani_digital) March 22, 2024
અંધાધૂંધ ગોળીબાર શરૂ થતાં જ લોકો ભયથી ચીસો પાડવા લાગ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા અને ભયાનક છે. લોકો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી રહ્યા હતા, ઘટના સ્થળે આગ લાગી હતી.
જો કે, આ આતંકી હુમલા બાદ રશિયન સુરક્ષા દળો, રાહત અને બચાવ ટીમો એક્શનમાં આવી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી.