ખાવા માટે કાળી શેરડી શ્રેષ્ઠ ગણાય છે
ખાસ-ખબર સંવાદદાતા
શેરડી નામ સાંભળતાં જ મોંઢામાં મીઠાશ છૂટે. શેરડીનો રસ નાના બાળકોથી માંડી મોટેરા સુધી દરેકને ફેવરિટ હોય છે ત્યારે રાજકોટમાં પણ ઠેકઠેકાણે સફેદ અને કાળી શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ નજીક આવતાંની સાથે શેરડીનું વેચાણ બમણું થઈ જશે. જોકે ખાવા માટે કાળી શેરડી અને રસ માટે સફેદ શેરડી ઉત્તમ ગણાય છે. દેશી સફેદ શેરડી રૂા. 325ની મણ અને માર્કેટમાં રૂા. 400થી 450ની મણના ભાવે વેચાય છે જ્યારે કાળી શેરડીના મણના ભાવ રૂા. 250થી 300 અને રાજકોટ માર્કેટમાં 350 મણના ભાવમાં વેચાય છે. કાળી શેરડી મહારાષ્ટ્ર અને તામિલનાડુથી આવતી હોય છે જે સ્વાદમાં ખૂબ મીઠી હોય છે. આમ રોજની 80 મણથી વધુની શેરડીનું વેચાણ થાય છે તેવું શેરડીનું વેચાણ કરતાં વેપારીઓનું કહેવું છે.