ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ તથા સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના સમગ્ર ગુજરાતમાં વસ્તા તમામ પરીવાર માટે એક દિવસીય નિ:શુલ્ક(ફી) રામાનંદી નવરાત્રી મહોત્સવ-2025નુ તા. 20ના સાંજે 7:00કલાકથી સનાતન નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડ, શીતલ પાર્ક ચોકડી આર.કે. વર્લ્ડ ટાવર પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે ધમાકેદાર આયોજન કરાયું હતું.
રામાનંદી નવરાત્રી મહોત્સવ- 2025માં ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય) ડો. માધવ દવે (પ્રમુખ, શહેર ભા.જ.પ.રાજકોટ), ડો. પ્રવીણભાઈ નિમાવત (વાઈસ ચેરમેન, શિક્ષણ સમિતી) તેમજ સમાજ શ્રેષ્ટી ડો. નીલેશભાઇ નિમાવત, કથાકાર અશ્વિન આચાર્ય દ્વારકા વાળા, કથાકાર દિવ્યાબેન સાધુ, રામભાઈ રામાનુજ, વિનોદભાઈ સુખાનંદી, રાજેશભાઈ ચત્રભુજ, આરતી નિમ્બાર્ક, લીટલ સોશિયલ મીડિયા સ્ટાર પ્રીષ્મા દેવમુરારી, કૂડી બ્લોગર ચિરાગ અગ્રાવત તથા સૌરાષ્ટ્રભરમાંથી અનેક નામી અનામી જ્ઞાતિ અગ્રણીઓ પધાર્યા હતા. 7000 થી વધુ ખેલૈયા ભાઈઓ બહેનો વચ્ચે વેલપ્લેડ તથા વેલડ્રેસની સ્પર્ધા યોજાઈ હતી. અને સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાજકોટના પ્રખ્યાત નિર્ણાયક હર્શાગભાઈ દવે, કલ્પેશભાઈ ગજ્જર, ડો.અમિતાબેન કુબાવત, કુ. પ્રીયાંજલિ નિમાવત સેવા આપી નિષ્પક્ષ નિર્ણય અપાયો હતો. જેમાં વેલપ્લેડ ભાઈઓમાં પેલા નંબરે સુજલ દેવમુરારી, બીજા નંબરે યશ રામાવત તથા ત્રીજા નંબરે ધાર્મિક રામાનુજ તથા વેલડ્રેસ ભાઈઓમાં પેલા નંબરે આદિત્ય રામાવત, બીજા નંબરે મીત કુબાવત, તથા ત્રીજા નંબરે યશ નિમાવત તેમજ વેલપ્લેડ બહેનોમાં પેલા નંબરે પ્રગતિ નિમાવત, બીજા નંબરે ક્રિષ્ના ટીલાવત, તથા ત્રીજા નંબરે અંજુ અગ્રાવત, તથા વેલડ્રેસ બહેનોમાં પેલા નંબર એ અંજલી રામાવત, બીજા નંબર એ નિરલ કુબાવત, તથા ત્રીજા નંબર એ સુરભી રામાનુજ ઉપર મુજબ ભાઈઓ તથા બહેનોને અલગ અલગ કેટેગરી પ્રમાણે વિજેતાઓને જાહેર કરી પ્રોત્સાહન રૂપે ટ્રોફી તેમજ દાતાઓ દ્વારા અલગ અલગ ગીફ્ટો આપવામાં આવી હતી.
એક દિવસીય નિ:શુલ્ક નવરાત્રી મહોત્સવમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના 7000(સાત હાજર)થી વધુ લોકો એ પ્રથમ વખત ઉપસ્થિત રહીને ઈતિહાસ રચી દીધો હતો. રામાનંદી નવરાત્રી મહોત્સવ – 2025નુ સીધું જ લાઇવ પ્રસારણ સાધુ ફિલ્મસ તથા ચાંદની ન્યુઝમાં પ્રારંભથી અંત સુધી ચાલુ હતું. કાર્યક્રમના અંતે પ્રમુખ રવિરાજભાઈ રામાવતે હદય પૂર્વક બધાનો અભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવતની આગેવાની હેઠળ વિવેકભાઈ નિમાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, દેવાંગભાઈ નિમાવત, જયદીપભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઈ દેવમુરારી, વિમલભાઈ કીલજી, મયંકભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, જીજ્ઞેશ રામાવત તથા સમગ્ર ટીમ જહેમત
ઉઠાવી હતી.



