ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના કોઈ પણ ખુણે વસેલા ભારતીયોની રક્ષા કરવા પ્રતિબધ્ધ ભારત સરકારે યુક્રેન, સુદાન કે અન્ય કોઈપણ વિદેશી રાષ્ટ્રોમાં વસતા મૂળ ભારતીયોની સુરક્ષા માટે ભારત સરકારે હંમેશા સઘન અને સચોટ કામગીરી થકી અનેક ભારતીયજનોને વતન પરત લાવીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ત્યારે સુદાનમાં વસેલા ભારતીયોને “ઓપરેશન કાવેરી” થકી સુચારૂ આયોજન અને સુવિધા સાથે લોકોની વતન વાપસી કરાવી છે. ગઈકાલ સાંજના સાત વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ પર વધુ 7 મૂળ રાજકોટવાસીઓ સુદાનથી પરત ફર્યા હતા. જેઓને મામલતદાર જાનકી પટેલે સ્નેહ પૂર્વક આવકાર્યા હતા.