-આ અભિયાનનો ઉદેશ કામના સ્થળે સુરક્ષિત, સ્વસ્થ અને પર્યાવરણ અનુકુળ ફૂડ એન્વાર્યમેન્ટ તૈયાર કરવાનો
ફૂડ સેફટી રેગ્યુલેટર એફએસએસઆઈએ દેશભરમાં 500 થી વધુ હોસ્પીટલોને ‘ઈટ રાઈટ કેમ્પસ’ના રૂપમાં પ્રમાણીત કરી છે. આ પહેલ ‘ઈટ રાઈટ કેમ્પસ’ અભિયાન અંતર્ગત હોસ્પીટલ, સહિત વિભિન્ન સંસ્થાનો અને કામના સ્થળોમાં સુરક્ષીત સ્વસ્થ તેમજ પર્યાવરણને અનુકુળ ફૂડ એન્વાર્યમેન્ટ બનાવવા પર કેન્દ્રીત છે.
- Advertisement -
એફએસએસઆઈએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરા ફૂડ એન્વાયર્ન્મેટ માટે પ્રમાણિત હોસ્પીટલો અને મેડીકલ કોલેજમાંથી લગભગ 100 સરકારી હોસ્પીટલો છે. લેહમાં એસએમએમ હોસ્પિટલ અને બેંગ્લોર બેયટીસ્ટ હોસ્પીટલ અને મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પીટલ અને તાતા મેમોરીયલ હોસ્પિટલે પણ આ પહેલને અપનાવી છે.
એફએસએસઆઈએ ‘ઈટ રાઈટ કેમ્પસ’ સર્ટીફીકેશન માટે કઠોર માપદંડ અને એક વ્યાપક મૂલ્યાંકન પ્રક્રિયા સ્થાપિત કરી છે. બધા ભારતીયો માટે સુરક્ષીત સ્વસ્થ અને પર્યાવરણ અનુકુલન ભોજન નિશ્ર્ચિત કરવા માટે દેશનાં ફૂડ એન્વાર્યમેન્ટને બદલવાની એક મોટી પહેલ તરીકે વર્ષ 2019 માં આ અભિયાન શરૂ કર્યું હતું.
દેશભરમાં 2900 થી વધુ વર્કપ્લેસને અત્યાર સુધી ‘ઈટ રાઈટ કેમ્પસ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. આથી આ પરિસરોમાં કામ કરનારા હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.
- Advertisement -