કેટલાય કેસોમાં પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી શકતી તો કેટલાય કેસોમાં વકીલો હાજર નથી થતા
ખાસ-ખબર સંવાદદાતા
દેશની અલગ-અલગ કોર્ટોમાં કેસોનો આંકડો પાંચ કરોડને પાર કરી ગયો છે. સુપ્રીમ કોર્ટ, 25 હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં 5.02 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, એમ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજયસભાને લેખિત જવાબમાં જણાવ્યું હતું.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પહેલી જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં 69,766 કેસો પેન્ડિંગ છે. નેશનલ જયુડિશિયલ ડેટા ગ્રિડ પર માહિતી મુજબ 14 જુલાઈ સુધી હાઇકોર્ટમાં 60,62,953 અને જિલ્લા અને નીચલી કોર્ટોમાં 4,41,35,357 કેસો પેન્ડિંગ છે.
કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે, કેમ કે પર્યાપ્ત સંખ્યામાં જજો અને કાયદાકીય અધિકારીઓ અપૂરતા છે કોર્ટના કર્મચારીઓ અને કોર્ટના માળખાકીય ઊણપ સામેલ છે. એ સાથે સાક્ષીઓને એકત્ર કરવા, બાર, તપાસ એજન્સો, સાક્ષીઓ અને વાદીઓ જેવા હિતધારકોનો સહયોગ પણ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.
સરકારનું કહેવું છે કે કેસોના નિકાલમાં વિલંબનાં કારણોમાં વિવિધ પ્રકારના કેસો માટે સંબંધિત કોર્ટો દ્વારા સમયમર્યાદાની કમી, વારંવાર સુનાવણી ટળવી અને સુનાવણી માટે કેસની નિગરાની, પેન્ડિંગ કેસોને ટ્રેક કરવાની વ્યવસ્થાની કમી વગેરે સામેલ છે.
- Advertisement -
કોર્ટોમાં કેસોને પતાવવા માટે પોલીસ, વકીલ, તપાસ એજન્સીઓ અને સાક્ષીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ જ બધા લોકો કરોડો કેસો પેન્ડિંગ થવાનું કારણ બની રહ્યા છે. કેટલાય કેસોમાં પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી શકતી તો કેટલાય કેસોમાં વકીલો હાજર નથી થતા.