ફરી કોરોનાનું જોખમ
કુલ 27.08 લાખ લોકોનું વેક્સિનેશન, તરુણો વેક્સિનેશનને લઇ નિરુત્સાહ
- Advertisement -
કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે ગ્રામ્યસ્તરે લોકો હજુ પણ વેક્સિનેશન લેવામાં બેફિકર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બૂસ્ટર ડોઝ તો દૂરની વાત છે પરંતુ રાજકોટ જિલ્લામાં કુલ 27.08 લાખના વેક્સિનેશન સામે 41,093 લોકોએ હજુ બીજો ડોઝ પણ નથી લીધો ! 12-17 વર્ષના તરુણોમાં વેક્સિનેશન મુદ્દે વધુ નિરુત્સાહ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મળીને વેક્સિન ડ્રાઇવમાં અત્યાર સુધીમાં કુલ 27,08,134 ડોઝ અપાયા છે, જે પૈકી પહેલો ડોઝ 13,40,796 લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે તેમાંથી 12,99,703 લોકોને બીજો ડોઝ અપાયો છે