ડિજિટલ દુનિયાની જીવલેણ રમત: ગાઝિયાબાદની ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન
ક્લિનિકોમાં કેસોમાં 20%નો ઉછાળો; ગેમિંગ ડિસઓર્ડર હવે જાહેર આરોગ્યનો મુદ્દો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની દુ:ખદ આત્મહત્યાએ ઈંક્ષયિંક્ષિયિં ૠફળશક્ષલ ઉશતજ્ઞમિયિ (ઈંૠઉ) મુદ્દાને ગંભીરતાથી ચર્ચામાં લાવ્યો છે. આ ત્રણ ટીનએજ છોકરીઓ ‘કોરિયન લવર્સ’ ગેમની દીવાની બની ગઈ હતી અને એમાં તેમણે નવમા માળના ઘરમાંથી કૂદકો માર્યો હતો. આ ઘટનાએ ફરીથી બાળકો પર મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા ઊભી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઠઇંઘ)એ 2018માં ઈંૠઉને એક બીમારી તરીકે માન્યતા આપી હતી. આ વિશે ઘણાં ઓછા લોકોને ખબર હશે, પરંતુ આ બીમારીના કેસ વધી રહ્યાં છે.
ઠઇંઘ અનુસાર ઈંૠઉએ એક એવું વર્તન છે જેમાં વ્યક્તિ ગેમિંગ પર નિયંત્રણ ગુમાવે છે, અન્ય પ્રવૃત્તિઓ કરતાં ગેમિંગને પ્રાથમિકતા આપે છે અને નકારાત્મક પરિણામો હોવા છતાં ગેમ રમવાનું ચાલુ રાખે છે. ગાઝિયાબાદમાં જે દુ:ખદ ઘટના બની એ ત્રણેય બહેનોમાં આ લક્ષણ જોવા મળ્યાં હતાં. ડિજિટલ ગેમિંગને કારણે તેમની માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ કહે છે કે ઈંૠઉ ચિંતા અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સમસ્યાઓ તરફ લોકોને દોરી શકે છે. માનસિક સમસ્યાઓ ઉપરાંત ઈંૠઉ શારીરિક અસર પણ કરી શકે છે, જેમ કે આંખમાં તણાવ અનુભવવો, લાંબા સમય સુધી રહેતી હાડકાં-સ્નાયુઓ દુખવા અને ઊંઘમાં ખલેલ આવી શકે છે. આ ડિસઓર્ડર સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેમ જ વ્યક્તિ જવાબદારીઓથી ભાગવા લાગે છે. યુઝર્સ અભ્યાસ અથવા તો કામમાં ઓછું ધ્યાન આપે છે. આ ભારત માટે એક મોટો જાહેર આરોગ્ય મુદ્દો છે, જ્યાં ઓનલાઇન ગેમિંગની લત ઘણીવાર સંકટ સર્જાય ત્યાં સુધી ઓળખવી મુશ્કેલ હોય છે.
ગાઝિયાબાદની ઘટના દર્શાવે છે કે ડિજિટલ દુનિયામાં ડૂબી જવાથી વર્ચ્યુઅલ અને વાસ્તવિક જીવન વચ્ચેની રેખા ધૂંધળી થઈ શકે છે. ખાસ કરીને ટીનએજર્સ પર એ વધુ અસર કરે છે. ગુજરાતમાં ક્લિનિકોએ ઈંૠઉ કેસોમાં દર વર્ષે લગભગ 20%નો વધારો નોંધ્યો છે. દર મહિને 400થી વધુ નવા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. એક્સપર્ટ કહે છે કે કિશોરો અને યુવાનો સૌથી વધુ જોખમમાં છે. એક સ્ટડી કહે છે કે ભારતના અંદાજિત 568 મિલિયન ગેમર્સમાંથી 3-15% લોકો આ ડિસઓર્ડરથી પીડાતા હોઈ શકે છે.
ડિજિટલ ગેમિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કડક પગલાં લેવા કહ્યું છે. આ માટે ઉંમર આધારિત ગેમિંગ માટેની એન્ટ્રી અને પ્લેટફોર્મ દ્વારા ઉંમર ચકાસણીની જવાબદારી લેવી જરૂરી છે. આ પગલાં ખાસ કરીને નાની ઉંમરના યુઝર્સને વધુ પડતો ઉપયોગ કરવાથી અટકાવવા અને હાનિકારક ક્ધટેન્ટથી થતા માનસિક જોખમોથી બચાવવા માટે છે.
જો કોઈ વ્યક્તિ આ રીતે ગેમિંગનો શિકાર થયા હોય, તેમને આત્મહત્યા કરવાના વિચારો આવતાં હોય તો તેમણે તરત જ કાઉન્સેલિંગ લેવી જોઈએ. આ માટે તેઓ પ્રોફેશનલ મદદની સાથે-સાથે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને સરકારી મદદ પણ લઈ શકે છે. આ માટે ઘણાં ગૠઘ દિવસ-રાત કામ કરે છે.



