રાજકોટમાં પૂર્વ ઈખ રૂપાણી, વજુભાઈ વાળા અને રાજ્યસભાના ખઙ મોકરિયાએ યોગ કર્યા
જ્યુબેલિ બાગ ખાતે 150 વિદ્યાર્થિનીઓએ યોગ કર્યા
- Advertisement -
મહિલાઓ દ્વારા ‘એકવા યોગ’નું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
આજે આઠમો વિશ્વ યોગ દિવસ છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી છઊંઈ કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સહિતના નેતાઓ અને આગેવાનોએ યોગ કર્યા હતા. તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ પણ યોગ કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ 3 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા હતા. બીજી તરફ ખોડલધામમાં નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 645 જગ્યાએ 4.50 લાખ જેટલા લોકોએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે.
રાજકોટના કબા ગાંધીના ડેલામાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલિ યોગ મિશન દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. દુલા ભગત આશ્રમ અને શાળા નં.51માં ચાલતા પતંજલિ યોગ ગ્રુપ દ્વારા અહીં યોગ કરવામાં આવ્યા હતા. જેમાં 20-25 મહિલાઓએ અહીં ચેતનાબેન ચુડાસમા અને રિયાબેન પરમારના નિદર્શન હેઠળ યોગ કર્યો હતો. અહીં ઐતિહાસિક જગ્યાએ સામૂહિક યોગાસન દ્વારા સુંદર નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત રાજકોટ સ્થિત હાલના મહત્મા મ્યુઝિયમ તથા તત્કાલિન આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. ઐતિહાસિક સ્થળે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત યોગ શિબિરમાં નગરજનો દ્વારા યોગકોચ જ્યોતીબેન પરમાર દ્વારા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
- Advertisement -
રાજકોટના ઐતિહાસિક મહત્વ ધરાવતા જ્યુબેલિ બાગ સ્થિત બેન્ડ સ્ટેન્ડ ખાતે રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા યોગ અભ્યાસ કર્યા હતા. શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના જણાવ્યાનુસાર આ યોગાભ્યાસમાં સ્કાઉટ ગાઇડની 50 અને ગજજની 100 મળી કુલ 150 વિદ્યાર્થીનીઓએ યોગ કોચ માધવીબેન મહેતા, મીતાબેન તેરૈયા અને ભુમીબેન અઘારાના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો. બેન્ડ સ્ટેન્ડ ખાતે યોજાયેલ આ યોગાઅભ્યાસનું ખાસ મહત્વ છે.
આઠમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે મહિલાઓ દ્વારા ‘એકવા યોગ’નુ આયોજન કરાવામાં આવ્યું હતું જુદા-જુદા કુલ-81 સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં કેટલાંક સ્થળોએ એક્વા યોગ, એક્સપર્ટ યોગ, દિવ્યાંગ યોગ સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજયા હતા.યોગ દિવસનું વિશિષ્ટ આકર્ષણ એવા ‘એકવા યોગ’ કાર્યક્રમ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર(સાધુ વાસવાણી રોડ) તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર(રેસકોર્સ) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ઐતિહાસિક મહત્વ ધરાવતા જ્યુબેલિ બાગ સ્થિત બેન્ડ સ્ટેન્ડ ખાતે રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા યોગ અભ્યાસ કર્યા હતા. શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના જણાવ્યાનુસાર આ યોગાભ્યાસમાં સ્કાઉટ ગાઇડની 50 અને ગજજની 100 મળી કુલ 150 વિદ્યાર્થીનીઓએ યોગ કોચ માધવીબેન મહેતા, મીતાબેન તેરૈયા અને ભુમીબેન અઘારાના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો. બેન્ડ સ્ટેન્ડ ખાતે યોજાયેલ આ યોગાઅભ્યાસનું ખાસ મહત્વ છે.
આઠમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર તથા લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે મહિલાઓ દ્વારા ‘એકવા યોગ’નુ આયોજન કરાવામાં આવ્યું હતું જુદા-જુદા કુલ-81 સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં કેટલાંક સ્થળોએ એક્વા યોગ, એક્સપર્ટ યોગ, દિવ્યાંગ યોગ સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજયા હતા.યોગ દિવસનું વિશિષ્ટ આકર્ષણ એવા ‘એકવા યોગ’ કાર્યક્રમ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર(સાધુ વાસવાણી રોડ) તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર(રેસકોર્સ) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં યોગાભ્યાસ કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાળીયાબીડ ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયાં હતાં.તેમણે આ અવસરે જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની પુરાતન છે અને પુરાતન વારસો છે. યોગના સંસ્કાર, વૈભવ અને વારસો વિશ્વને આપવાનું કાર્ય ભારતે કર્યું છે. ભારત વર્ષમાં સર્વાધિક લોકપ્રિય નેતા એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનોમાં ભારત તરફથી યોગની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ગૌતમ અને ડૉ. પ્રીતિ અદાણીએ હજારો અદાણીયન્સને યોગાભ્યાસ માટે પ્રેરિત કર્યા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ અદાણીએ 1000થી વધુ અદાણી પરિવારના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ધ્યાન, આરોગ્ય અને માઈન્ડ કુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું.
શાંતિગ્રામની આસપાસ હરિયાળા વાતાવરણમાં નિષ્ણાત પ્રેક્ટિશનરોએ એક કલાકના યોગસત્રમાં સૌને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
અગાઉ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશને ગુજરાતના 75 પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લેતી યોગયાત્રાનું આયોજન કર્યું હતું. યોગયાત્રામાં ગુજરાતના 75 હેરિટેજ, પ્રવાસન, પુરાતત્ત્વીય અને ઐતિહાસિક સ્થળોને આવરી લઈ યોગના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા હતા.