રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણમાં નિમિત્તે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમા ભેંસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 2900 થી વધુ લોકોએ આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો.
- Advertisement -
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણમાહ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવારના ઉદ્દેશ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણ ખાતે સ્ત્રી, બાળ, જરા ચિકિત્સા અને સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં લોકોએ આયુષની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.સર્વરોગ આયુષ કેમ્પમાં 276 લાભાર્થીઓએ, સ્ત્રી રોગના 112, બાળ રોગના 38, જરા ચિકિત્સાના 96 સ્વાસ્થ્ય માર્ગદર્શન 460, પ્રદર્શનનો 480, ધાન્યક મિશ્રેયા પાનકનો 450,સંશમની વટી 230 લાભાર્થીઓને, આર્સેનિક આલ્બ 160 યોગ લાભાર્થીઓ 230, સ્વાસ્થ્ય પત્રિકા વિતરણનો 270, પ્રકૃતિ પરિક્ષણનો 85,નાડી પરિક્ષણનો 28 એમ કુલ મળી 2915 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જિલ્લાના મેડિકલ ઓફિસરો અને યોગ શિક્ષકો દ્વારા ઉતમ કામગીરી કરી તમામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ડો. છાયાબેન ડેરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ યોજાયો હતો.



