પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુત્સદ્દીથી ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સાકાર થયો
રોપવેના માધ્યમથી અબાલ વૃદ્ધ સૌ કોઈ માં અંબા માતાજી દર્શન સરળતાથી કરે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ પ્રવર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની મુત્સદ્દીથી એશિયાના સૌથી મોટા અને આધુનિક રોપવે પ્રોજેક્ટનું નિર્માણ શક્ય બન્યું હતું. પર્યાવરણ અને ઇજનેરી દ્રષ્ટિએ પડકાર ઘણા પડકારો આ પ્રોજેક્ટને સાકાર કરવામાં રહ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ 2007ની તા.1લી મે ના રોજ આ ગિરનાર રોપ વે પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી અને વર્ષ 2020મા 24 ઓક્ટોબરે વર્ચ્યુઅલી આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું.
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર સુધી રૂ. 130 કરોડના ખર્ચે આ રોપ વે નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 29 લાખથી વધુ પ્રવાસીઓ રોપવેની રોમાંચક સફર ખેડી પણ ચૂક્યા છે.આ ગિરનાર રોપવે 2.3 કીમીની લંબાઈ અને 850 મીટરની ઊંચાઈ ધરાવે છે જેની સફર ખેડતા 9 મિનિટ જેટલો સમય લાગે છે. રોપ-વેની સફર ખરેખર દર્શનીય બની રહે છે, રોપ એના માધ્યમથી ગરવા ગિરનારની સુંદર ગીરી કંદરાવો નિહાળવા માટે એક જીવનનો એક લ્હાવો પણ બની રહે છે.
ગિરનાર રોપ વે પ્રોજેક્ટના નિર્માણના અનુસંધાને પર્યાવરણીય દ્રષ્ટિએ ઘણી રજૂઆતો મળી હતી. ત્યારે પર્યાવરણીય સમતુલા જાળવવાની સાથે વિકાસનો માર્ગ કંડારાયો હતો અને જૂનાગઢની દાયકાઓ જૂની ગિરનાર રોપ-વેની માંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંતોષી હતી.ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર રોપ વે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત વખતેની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાતોને વાગોળતા કહે છે કે, ગિરનાર રોપ વે નિર્માણ મુશ્કેલ ભર્યું હતું. જીયોગ્રાફિકલ રીતે રોપ વેના પોલ ઉભા કરવા સહિત ઘણી મુશ્કેલીઓ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વના પરિણામે ગિરનાર રોપ વે પ્રોજેક્ટ શક્ય બન્યો છે. આજે અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીના દર્શન આ રોપવેના માધ્યમથી સરળતાથી કરી શકે છે. ઉપરાંત રોપ વે પ્રોજેક્ટના નિર્માણના કારણે પર્યટન અને રોજગારીને પણ નવો વેગ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વના પરિણામે આ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો આ રોપવે પ્રોજેક્ટ સાકાર થયો છે.
તેમણે એક મહંત તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પણ વણથંભી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભારત વિશ્વ ગુરુ બને તથા વિકાસના પંથે સદા અગ્રેસર રહે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું તંદુરસ્તી માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
કર્ણાટક રાજ્યના બેંગ્લોરથી પરિવાર સાથે આવેલા પર્યટક સુશાંત જણાવે છે કે, ગિરનાર રોપવેનો અનુભવ યાદગાર અને શાનદાર છે. અહીં સ્વચ્છતા અને ચોખ્ખાઈના ઉચ્ચ માપદંડ જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જમીન સાથે જોડાયેલા છે અને તેમના એક સાથે અનેક બાબતોને જોડીને ચાલવાના અભિગમથી વિકાસ કાર્યોને વેગ મળે છે. ઉપરાંત પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વના પરિણામે દેશ વિકાસની ગતિ પર અગ્રેસર છે.