એક બાજુ ભારત સહિત વિશ્ર્વના દેશોમાં કોરોનાની લહેર થમી રહી છે ત્યાં બીજી બાજુ દુનિયાભરના સમુદ્રોમાં વાયરસની 5500થી વધુ નવી પ્રજાતિઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે આ તમામ વાયરસ કોરોના વાયરસ જેવા આરએનએ વાયરસ છે. ચિંતાની વાત એ છે કે આ વાયરસ ભારતના દરિયામાં પણ છે.
ખાસ કરીને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તારોમાં છે. વૈજ્ઞાનિકોને આટલી મોટી સંખ્યામાં વાઈરસ મળવાની અપેક્ષા નહોતી. જેથી તેમના ટેકસોનોમિક જૂથનું વર્ગીકરણ કરી શકાય. સામ્રાજ્ય પછી તરત જ ફાઇલમ આવે છે જેમાં પ્રાણી વિશે ઘણી બધી વિગતો હોય છે. ધ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર મેથ્યુ સુલિવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમુદ્રમાંથી મળેલા વાયરસ ખૂબ જ અલગ છે. આ બધા નવા વર્ગના છે.
- Advertisement -
તેમાંથી એક, ટારાવિરિકોટા જે તમામ સમુદ્રમાં મળી આવ્યો છે. એટલે કે વિશ્ર્વના દરેક મહાસાગરમાં તેની હાજરી નોંધવામાં આવી છે.