ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દિવસ પર્યન્ત પાઘ પૂજન- 16 સોમેશ્વર મહાપૂજા, 16 ધ્વજા પૂજા, 6000 થી વધુ મહામૃત્યુંજય યજ્ઞ માં 300 થી વધુ પરિવારો ભાગ લઇ ધન્ય બન્યા હતા અને શ્રાવણ માસના પ્રથમ દિવસે સાયં આરતી સુધીમાં 24,698 થી વધુ ભક્તો એ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
શ્રાવણ સુદ એકમના સોમનાથ મહાદેવને પુષ્પ શૃંગાર કરવામાં આવેલ હતો, ગુલાબના પુષ્પો, ગલગોટા સહિતના વિવિધ ફૂલો અને હારમાંથી આ શૃંગાર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આશરે 77 કિલો ફૂલોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. સાથે જ શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકુટ ધરવામાં આવેલ હતો, મનમોહક શૃંગારના દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા.