તેમના પર બળાત્કાર, હત્યા અને ડ્રગ્સની હેરાફેરીનો આરોપ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
પાકિસ્તાનના 23 હજારથી વધુ નાગરિકો હાલમાં વિશ્ર્વના ઘણા દેશોની જેલોમાં કેદ છે. તેમને બળાત્કાર, હત્યા અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયે સંસદમાં આ માહિતી આપી છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન આ સંબંધિત એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો, જેનો મંત્રાલયે લેખિત જવાબ આપ્યો હતો. મંત્રાલયે પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કુલ 23,456 પાકિસ્તાની નાગરિકો વિદેશી જેલોમાં બંધ છે. આમાંથી, સૌથી વધુ 12,156 કેદીઓ સાઉદી અરેબિયામાં કેદ છે.
સાઉદી પછી, સંયુક્ત આરબ અમીરાત બીજા સ્થાને છે, જ્યાં 5292 પાકિસ્તાનીઓ જેલની સજા ભોગવી રહ્યા છે.
ચીનની જેલોમાં 400 પાકિસ્તાનીઓ પણ કેદ છે. તેમાંથી મોટાભાગના લોકો ડ્રગ્સની હેરાફેરી, બળાત્કાર, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠર્યા છે. બહેરીનમાં અટકાયતમાં લેવાયેલા 450 પાકિસ્તાની નાગરિકોને ડ્રગ્સની હેરફેર, ડ્રગ્સ રાખવા અને છેતરપિંડીના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. દરમિયાન, અફઘાનિસ્તાને 88 પાકિસ્તાની નાગરિકોને ઓવરસ્ટે અને સુરક્ષા સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા છે.
ઇસ્લામિક દેશોમાં પણ પાકિસ્તાની નાગરિકોનો રેકોર્ડ ખરાબ છે. કતારમાં 338, ઓમાનમાં 309 અને મલેશિયામાં 255 પાકિસ્તાનીઓ વિવિધ ગુનાઓમાં સજા કાપી રહ્યા છે. યુરોપિયન દેશોમાં પણ પાકિસ્તાની ગુનેગારોની સંખ્યા વધી રહી છે યુરોપના ઘણા દેશોમાં પણ પાકિસ્તાની ગુનેગારોની સંખ્યા વધી રહી છે. ફ્રાન્સમાં 168 અને જર્મનીમાં 94 પાકિસ્તાનીઓ જેલમાં છે.
ઑસ્ટ્રિયામાં પણ, પાકિસ્તાનીઓને ગેરકાયદેસર ઇમિગ્રેશન, માનવ અને ડ્રગ હેરફેર, હત્યા અને જાતીય હુમલો જેવા ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જોકે સંખ્યા જાહેર કરવામાં આવી નથી. નોર્વેમાં 3, ફિનલેન્ડમાં 2, કેનેડામાં 9 અને ડેનમાર્કમાં 27 પાકિસ્તાનીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.