સરકારી બંગલા ખાલી ન કરનારાઓેને નોટિસ આપવાનું શરૂ
નિયમ અનુસાર લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરી દેવાનો હોય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
લોકસભાનાં 200 થી વધુ ભૂતપૂર્વ સાંસદોને દિલ્હીના લૂટીયન્સ ઝોનમાં ફાળવવામાં આવેલા સરકારી આલીશાન બંગલા ખાલી નહીં કરવા બદલ નોટીસ આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લઈને 200 થી વધુ પૂર્વ સાંસદોને શહેરી આવાસ અને શહેરી મામલાનાં મંત્રાલયે બંગલા ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
કેન્દ્ર સરકારના સુત્રોના કહેવા મુજબ હજુ વધુ પૂર્વ સાંસદોને નોટીસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.અહીંયા નોંધવુ રહ્યું કે 200 થી વધુ સાંસદો એવા છે જેમને તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટીકીટ મળી નથી. અથવા તો ટીકીટ મળ્યા પછી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે. જેને કારણે એ લોકસભામાં સાંસદ તરીકે પરત ફરી શકયા નથી. પરંતુ આ પૂર્વ સાંસદોએ હજૂ સુધી પોતાના દિલ્હી સ્થિત સરકારી બંગલા ખાલી કર્યા નથી જેના કારણે શહેરી આવાસ અને શહેરી મામલાઓનાં મંત્રાલયે તેમને નોટીસ આપવી પડી છે.
- Advertisement -
આ નોટીસમાં પૂર્વ સાંસદો જલદી પોતાના સતાવાર સરકારી નિવાસસ્થાન ખાલી નહીં કરે. તો અધિકારીઓની ટીમોને બળજબરીથી બંગલો ખાલી કરવા માટે મોકલાશે. નિયમ પ્રમાણે પૂર્વ સાંસદોએ લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.