અમરાઈવાડીના BLOએ ‘અવ્યવહારુ’ મેપિંગ પ્રક્રિયા સામે બળવો પોકાર્યો; ઉપરી અધિકારીઓ દ્વારા નોટિસ આપવાની ધમકી અને માનસિક દબાણનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs)ને સોંપાયેલી જટિલ કામગીરી અને ઉપરી અધિકારીઓના અસહ્ય દબાણના કારણે રાજ્યમાં શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ, ગીર સોમનાથમાં કામના ભારને કારણે એક ઇકઘ શિક્ષકે આત્મહત્યા કરી છે, ત્યારે બીજી તરફ, અમદાવાદમાં 200થી વધુ ઇકઘતએ જટિલ કામગીરી સામે બળવો પોકારીને ધરણાં શરૂ કરી દીધા છે. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ BLOs આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા હતા. વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી ‘મેપિંગ’ની જટિલ કામગીરી છે, જેને ઇકઘત અવ્યવહારુ ગણાવી રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા હવે દરેક મતદારનું ’મેપિંગ’ કરવાનું કહેવાયું છે. આ પ્રક્રિયામાં ઇકઘએ મતદારના ફોર્મની નીચે 2002ના એસઆઈઆર(Service Identity Register) પ્રમાણેની જટિલ વિગતો ભરવાની હોય છે. ઇકઘનું કહેવું છે કે, મતદારો માત્ર બેઝિક માહિતી આપે છે, જ્યારે ઇકઘએ ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નામ સર્ચ કરી ચોક્કસ વ્યક્તિની ઓળખ કરવી પડે છે, જે સમાન નામોને કારણે મોટો પડકાર બની રહે છે.
- Advertisement -
ધરણા પર બેઠેલા ઇકઘતના જણાવ્યા અનુસાર, કામ ઝડપથી પૂરું કરવા માટે નાયબ મામલતદાર અને મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. વ્હોટ્સએપ ગ્રુપમાં એવા મેસેજ પણ વાયરલ થયા છે કે જે ઇકઘત બપોરે 3 વાગ્યે કે. કે. શાસ્ત્રી કોલેજ સેન્ટરમાં હાજર નહીં થાય, તેમને નોટિસ આપવામાં આવશે.



