સેન્સેકસ 76000 તથા નીફટી મીડકેપ 50,000ની નીચે ઉતરી ગયા: તમામ શેરોમાં ભારે વેચવાલી
માર્કેટ કેપ પ400 લાખ કરોડની નીચે
- Advertisement -
તેજી ઈતિહાસ બની ગઈ મ્યુચ્યુઅલ ફંડોના રોકાણ નિર્ણયો પર સવાલ થવા લાગ્યા…
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
શેરબજારમાં મંદીની ભીંસ વધુને વધુ તીવ્ર બનવા લાગી હોય તેમ આજે સળંગ છઠ્ઠા દિવસે કડાકો સર્જાયો હતો. સેન્સેકસમાં 800 પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયુ હતું. બીએસઈનું માર્કેટ કેપ લાંબા વખત બાદ 400 લાખ કરોડની નીચે ઉતર્યુ હતું.
અમેરિકાનાં ટ્રેડવોરથી શેરબજાર પર પ્રત્યાઘાત રહ્યો છે. ટ્રમ્પ સરકારની ટેરીફ ઝીંકવાની નીતીથી ભારતને પણ અસર થવાની આશંકાથી માનસ મંદીનું બની રહ્યું હતું. આજે સતત 6ઠ્ઠા દિવસે માર્કેટે ગોથુ ખાધુ હતું અને કરોડો રૂપિયાની સંપતીનું ધોવાણ થતાં ઈન્વેસ્ટરોમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસે છે. ટ્રેડવોર વચ્ચે ભારત માટે કોઈ રાહત પૂર્ણ પરીણામ આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે અને તેના આધારીત બે દિવસ માર્કેટનો ટ્રેન્ડ રહેશે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ગાબડા હતા.આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ એચડીએફસી બેંક, જેવા શેરોમાં ગાબડા હતા.ઈન્ફોસીસ ટીસીએસ ટેક મહિન્દ્ર, સનફાર્મા, ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 818 પોઈન્ટના ગાબડાથી 75475 હતો તે ઉંચામાં 76409 તથા નીચામાં 75430 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 244 પોઈન્ટના ગાબડાથી 22827 હતો.તે ઉંચામાં 23097 તથા નીચામાં 22814 હતો.
નિફટી મીડકેપ 1000 પોઈન્ટ ગગડીને 50,000 ની નીચે આવી ગયો હતો. પ્રારંભીક કામકાજમાં બીએસઈમાં 601 શેરો વર્ષનાં તળીયે પહોંચ્યા હતા.269 માં ઉંધી સર્કીટ હતી.માર્કેટ કેપ 400 લાખ કરોડ પર આવી ગયુ હતું.
વેલ્યુએશન ડામાડોળ: સ્મોલ, મિડ કેપ શેરો ‘પેન્ની સ્ટોક’ બનવા લાગ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.12
વિક્રમી તેજીના પાછલા વર્ષોમાં ફંડામેન્ટલને અવગણીને બેફામ, તેજીનો અતિરેક જોવાતો હતો, ત્યારે શેરોના અસાધારણ વધતાં ભાવો અને સંપતિના કૂદકે ને ભૂસકે વધારો થતો જોઈને હરખાતા સ્મોલ કેપ, મિડ કેપ શેરોના રોકાણકારોને હવે રડવાનો વારો આવ્યો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુએશન મામલે હવે મ્યુચ્યુઅલ ફંડોના ઈન્વેસ્ટમેન્ટ ઓફિસરો ખુદ સવાલ કરવા લાગતાં શેરોમાં અસાધારણ પેનીક સેલિંગના પરિણામે સતત ગાબડાં પડવા લાગ્યા છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં મંદીના નવા શરૂ થયેલા રાઉન્ડમાં બે દિવસમાં જ 6 ટકાથી વધુ કડાકો બોલાઈ ગયો છે. સર્વોચ્ચ સપાટીથી સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 18.09 ટકાનું અને મિડ કેપ ઈન્ડેક્સમાં 17.62 ટકાનો કડાકો બોલાઈ ગયો છે. શેરોના સતત તૂટતાં ભાવોએ ઘણા સ્મોલ, મિડ કેપ શેરો હવે પેન્ની શેરો બનવા લાગ્યા છે.
દરેક 10 શેરોના ભાવો તૂટવા સામે માત્ર એક શેર પોઝિટીવ રહ્યાની સ્થિતિએ રિટેલ ઈન્વેસ્ટરોને ભયભીત કરી મૂક્યા છે. અનેક રોકાણકારોનો નફો ધોવાઈ ગયા બાદ હવે બેલેન્સશીટમાં મોટી નુકશાની દેખાવા લાગતાં હતાશા છવાઈ છે. સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પાછળા દિવસોની અસાધારણ તેજીમાં શેરોનું દરેક ઉંચા ભાવોએ રિ-રેટીંગ કરનારા અને હજુ શેરોમાં તેજીને પૂરો અવકાશ હોવાનું કહેનારા અને રોકાણકારોને રોકાણ કરવા માટે સલાહ આપનારા સમીક્ષકો, નિષ્ણાંતો હવે વેલ્યુએશન ગળે ઉતરે એવું નથી, ઊંચા ભાવો જળવાઈ શકે એમ નહીં હોવાનું કહેવા લાગ્યા છે. અગાઉ વિક્રમી તેજીના દોરમાં નિષ્ણાતો, સમીક્ષકો દ્વારા બતાવાયેલું વેલ્યુએશન અતિરેકભર્યું હોવાની વાસ્તવિકતા જાણીને સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સૌથી વધુ ગાબડાં પડયા હતા.