ખાસ-ખબર સંવાદદાતા
આંગણવાડી કક્ષાએથી જ બાળકોમાં સુચારૂ શિક્ષણનું સિંચન થાય તથા સારા સંસ્કારો મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી પા પા પગલી યોજના અન્વયે મોરબી જીલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ ઉઙજઊઈં અને ઘટક લેવલે ઝઙજઊઈં ની એક-એક કર્મચારીની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં પા પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જીલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9781 અને ક્ધયા 9589 એમ કુલ 19,370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે જે અન્વયે આ માટે 3 થી 5 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાના હેતુથી પા પા પગલી યોજના અમલી બનાવી છે. આ યોજના થકી બાળકો પાયાથી જ સારુ શિક્ષણ મેળવી ભાવિ ભારતના નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકશે.
આંગણવાડીમાં 3 થી 5 વર્ષના બાળકોને મળતા અનુભવો તેમના આગળના જીવન તેમજ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટેનો પાયો નખાય તે માટે આ યોજના ખૂબ મહત્વની છે. 5 વર્ષ પછી બાળક આંગણવાડી છોડીને બાલવાટિકામાં દાખલ થશે. આમ, બાળકના શિક્ષણનો મહત્વનો પાયો (3-5 વર્ષ) રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે.
- Advertisement -
આ પ્રોજેક્ટ હેઠળ ૠઈઊછઝ દ્વારા ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ તૈયાર કરી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.