ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્યને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત હોય છે.ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટ ખાતેથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન ભાવિકોને કરાવશે તેમાં 800 થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા. જૂનાગઢથી 535 મળી 1335થી વધૂ યાત્રીકો જોડાયા હતા. વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર “જય જય શ્રી રામ” ના નાદથી ગુંજી ઉઠ્યૂ હતૂ.જ્યારે અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભ કામનાઓ પાઠવી રહ્યા હતા.જ્યારે કેટલાક ભાવિકો ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવે.આ તકે મુસાફરી કરનાર અને ઇન્ચાર્જ ભૂપતભાઈ કોડીયાતરે જણાવ્યું હતુ કે ટ્રેનનું સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે અને યાત્રિકોમાં અનેરો ઉત્સાહ છે. આયોધ્યા પહોંચી શ્રીરામના દર્શન કરી અમો માનવજાતની સુખાકારી માટે પ્રાર્થના કરશું.જ્યારે ભીમભાઈ વાયલુએ જણાવ્યું હતું કે અમો 164 જેટલા લોકો સાથે જઈ રહ્યા છીએ.ત્યાં પહોંચી અને આપડા વડાપ્રધાન આગામી ચૂંટણીમાં 400થી વધુ સીટથી જીતે તેવી પ્રાર્થના કરીશું.
સોરઠ પંથકના 1300થી વધુ મુસાફર રામલલ્લાના દર્શન કરવા રવાના થયા
