પીએમજેડીવાય અંતર્ગત કુલ 54.03 કરોડ ખાતા ખોલાયા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત અત્યાર સુધી 54.03 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.જેમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય ખાતામાં 20 નવેમ્બર 2024 સુધી 14750 કરોડ રૂપિયા જમા છે.રાજયસભામાં મંગળવારે એક પ્રશ્નના જવાબમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ આ બાબતની જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે બેન્કોને નિશ્ર્ક્રિીય ખાતાની સંખ્યાને ઘટાડવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનો નિર્દેશ અપાયો છે. આરબીઆઈના દિશા નિર્દેશ મુજબ બચતની સાથે સાથે ચાલુ ખાતાને ત્યારે નિષ્ક્રિય માનવામાં આવે છે જો ખાતામાં ગ્રાહકે બે વર્ષથી વધુ સમય ગ્રાહક દ્વારા કોઈપણ પ્રકારની કોઈ લેવડ ન કરવામાં આવી હોય.ઉતર પ્રદેશમાં સૌથી વધુ લગભગ 9.63 કરોડ ખાતા પીએમજેડીવાયથી ખોલવામાં આવેલા. પણ તેમાં લગભગ 2.34 કરોડ ખાતા નિષ્ક્રિય છે.જયારે પશ્ર્ચિમ બંગાળમાં 5.25 કરોડ ખાતા ખોલાયા પણ હાલમાં 78.5 લાખ ખાતા નિષ્ક્રીય છે.
- Advertisement -
નિષ્ક્રિય ખાતામાં 14750 કરોડ રૂપિયા જમા : રાજયસભામાં રાજય નાણામંત્રીએ આપી માહિતી