ભારત કે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં જયાં પહેલેથી જ મંકીપોક્સનો મહામારી નથી રહી, તે દેશમાં મંકીપોક્સ ફેલાવાની વાતને WHOએ વાસ્તવિક્તા ગણાવી છે. WHOના મહાનિર્દશક, ટેડ્રેસ એડોનોમ ઘેબ્રેસિયસએ મંકીપોક્સના હાલના સંક્રમણ અને પ્રસારથી પ્રભાવિત દેશોને આગ્રહ કર્યો છે કે, આ પ્રકોપને નિયંત્રિત કરવા માટે અને તેમના સંપર્કમાં આનારની ઓળખ કરવાના કામ પર ધ્યાન આપવા જણાવ્યું છે.
- Advertisement -
મંકીપોક્સએ મહાનિર્દશકએ ટ્વિટમાં કહ્યું કે, 29 દેશોથી, 1000થી વધારે મંકિપોક્સના કેસો સામે આવ્યા છે. આ કેસો એવા દેશોમાં સામે આવ્યા છે, જે દેશોમાં આ બિમારી એક મહામારી જાહેર થઇ નથી, એટલે કે આ બિમારી જ્યાં પહેલાથી હાજર નથી. આ બિમારીના પ્રકોપને જોતા WHOએ પ્રભાવિત દ્શોમાં પ્રકોપને નિયંત્રિત કરવા અને આગળ પ્રસારને અટકાવવા માટે બધા કેસો અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા સુચના આપી છે.
મંકીપોક્સ માટે મોટા પાયે રસીકરણની જરૂર
મંકીપોક્સની બિમારીને આગળ વધતી અટકાવવાના પ્રયાસો કરવા પર ભાર મૂક્યો છે. ટેડ્રોસએ કહ્યું કે, અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિની મૃત્યુના સમાચાર આવ્યા નથી. પરંતુ નોન-એન્ડેમિક દેશોમાં મંકિપોક્સનો ફેલાવો જોખમકારક સાબિત થઇ શકે છે. મંકીપોક્સ માટે એન્ટીવાયરસ અને રસી અસરકારક છે, પરંતુ તે ઓછા પ્રમાણમાં છે. WHO સાર્વજનિક સ્વાસ્થ્ય આવશ્યકતાઓ માટે એક સમન્વય તંત્ર વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે અને મોટા પાયે રસીકરણ જરૂરી છે, કારણકે આ બિમારી હવે 29 દેશોમાં ફેલાઇ ગઇ છે. મંકીપોક્સના લક્ષણવાળા લોકો ઘર પર જ રહેવા જોઇએ અને તેમને કહ્યું કે, આવા લોકોને જો સંક્રમિત લોકોના ઘરમાં રહે તો, તેમના નજીકના સંપર્કથી બચવું જોઇએ.
- Advertisement -
Over 1,000 #monkeypox cases have been reported from 29 countries where the disease is not endemic, with no deaths reported so far in these countries. @WHO urges affected countries to identify all cases and contacts to control the outbreak and prevent onward spread. pic.twitter.com/5V9kJaM2FA
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) June 8, 2022
બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખતરો
મંકીપોક્સ આમ તો વધુ સંક્રામક બિમારી નથી અને સામાન્ય રીતે તે 2થી4 અઠવાડિયા સુધી ચાલે છે. પરંતુ આ બળકો, ગર્ભવતી મહિલાઓ અને તેમની સ્થિતિઓના કારણે ઓછી ઇમ્યુનિટીથી પરેશાન રહેનાર લોકોમાં ગંભીર રીતે ફોલાય શકે છે. તેમની ઇન્કુયબેશનનો સમયગાળો 6થી 13 દિવસ હોય છે, પરંતુ આ 5થી 21 દિવસો સુધી લાંબી ચાલી શકે છે. આ વિશિષ્ટ લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, માંસપોશીઓમાં દુખાવો, પીઠમાં દર્દ અને થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. તેમના ફેલાવા પર સોજી ગયેલા લિમ્ફ નોડસ એટલે કે ગાંઠ અને પછી ત્વચા પર ગોળ સર્કલ કે ઇઝાના નિશાન થઇ જાય છે.