મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેની ફી નો ખર્ચ ઉઠાવવા નગરપાલિકા પ્રમુખ અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યો પાસે સહમતી માંગવામાં આવી છે ત્યારે 10 થી વધુ સદસ્યોએ સહમતી આપી દીધી છે જ્યારે અન્ય સદસ્યો અવઢવમાં હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. મોરબી નગરપાલિકા હસ્તકના ઐતિહાસિક ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે ઓરેવા કંપનીને કરાર કરી સોપવામાં આવ્યો હતો જે પુલ ગત તા. 30 ઓક્ટોબરના રોજ તૂટી પડતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી અને 135 જેટલા લોકોના મોત થયા હતા જેથી હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થતા નગરપાલિકાના સત્તાધીશોએ કોર્ટને જવાબ આપવાનો છે ત્યારે કેસમાં નગરપાલીકા દ્વારા બે અલગ અલગ વકીલ રોકવા અને તેની ફી ચુકવવા માટે ચૂંટાયેલા સદસ્યોના અભિપ્રાય માટે હા અથવા ના માં જવાબ આપીને નીચે સહી કરવા માટે સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં 10 થી વધુ સદસ્યોએ સહમતી આપી દીધી છે જ્યારે અન્ય સદસ્યો અવઢવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
મોરબી પૂલ દુર્ઘટનાનો કેસ લડવા નગરપાલિકાના 10થી વધુ સભ્યો સહમત, અન્યો અવઢવમાં !
Follow US
Find US on Social Medias