આ વર્ષે 12 લાખથી વધુ પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા આવ્યા
બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ખાનગી વાહનોમાં ભારે ભીડ: પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ વતનની વાટ પકડી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં એક અંદાજ મુજબ 12 લાખ પરિક્રમાર્થીઓ ઉમટી પડયા જેમાં સાંજ સુધીમાં 10 લાખ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરશે અડગ મનના માનવી ઓએ જય ગિરનારીના નાદ સાથે અને ગિરનાર પ્રત્યે અડગ શ્રદ્ધા સાથે દૂર દૂર થી આવેલ શ્રદ્ધાળુએ પ્રકૃતિના સૌંદર્ય સાથે ભક્તિ કરીને પરિક્રમા પૂર્ણ કરી જયારે આવતીકાલે પરિક્રમા પૂર્ણતાના આરે જોવા મળશે ગિરનાર પરિક્રમા રૂટ મહંદ અંશે પાંખી હાજરી જોવા મળશે જે રીતે એક દિવસ અગાઉ પરિક્રમા શરુ થઇ એજ રીતે એક દિવસ અગાઉ પૂર્ણ થશે તેવું જોવા મળી રહ્યું છે. ગિરનાર લીલી પરિક્રમામાં 12 જેટલા ભાવિકો ઉમટી પડયા હતા જોકે પરિક્રમા પરંપરા મુજબ કરે તો ભાવિકોને ત્રણ રાત્રી અને ચાર દિવસ પડાવ કરે ત્યારે પરિક્રમા પૂર્ણ થાય છે પણ આજના સમયમાં યુવાનો પરિક્રમામાં વધ્યા છે જેના લીધે સેંકડો પરિક્રમાર્થી એ કોઈએ બે દિવસમાં તો કોઈએ ત્રણ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી ત્યારે નિયત સમય પેહલા એક દિવસ અગાઉ પરિક્રમા શરુ થઇ તેજ રીતે રવિવારે પરિક્રમા પૂર્ણ જોવા મળશે.
ગિરનાર પરિક્રમા પૂર્ણ કરીને ભાવિકોએ ગિરનાર અને ઉપલા દાતાર જગ્યા સાથે આસપાસના ધર્મ સ્થાનોના દેવ દર્શન કરીને વતનની વાટ પકડી છે.ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીથી જૂનાગઢ તરફ આવતા એસટી બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન અને ખાનગી ટ્રાવેલ્સ અને વાહનોમાં વતન જવા ભારે ભીડ જોવા મળે છે જે કોઈ ભાવિકને જે વાહન મળે તેની મુસાફરી કરીને વતન ભણી છે ત્યારે શહેરના મજેવડી ગેટ, સક્કરબાગ, ગાંધીચોક બસ સ્ટેન્ડ ચોક, રેલવે સ્ટેશન ચોક સહીત વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
- Advertisement -
પરિક્રમામાં જૂનાગઢ 108ની ફરજ સાથે ઇમરજન્સી સેવા
ગિરનાર લીલી પરિક્રમા કરવા 12 લાખ જેટલા ભાવિકો ઉમટી પડતા જૂનાગઢ 108ની ટિમ દ્વારા ફરજ સાથે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી પરિક્રમા દરમિયાન જૂનાગઢ 108ના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણે ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં જનરલ 250 જેટલા કોલ આવ્યા હતા જેમાં 80 જેટલા કોલ પરિક્રમા કરવા આવેલ ભાવિકોને આરોગ્ય લક્ષી ઇમરજન્સીમાં સેવા આપી હતી જયારે પરિક્રમામાં 108ની કુલ 8 એમ્બ્યુલન્સ ખડેપગે રહી છે અને હજુ 27 તારીખ સુધી રેહશે પરિક્રમા કરવા આવતા ભાવિકોમાં હદય રોગ હુમલા, પડી જવાથી લાગી જવાના કેસ સાથે ડી હાઇડ્રેશન,સાથે છાતીમાં મુંજવણ સહીત કેસોના કોલ આવતા 108 પાઇલોટ અને ઈએમટી દ્વારા પરિક્રમા રૂટના ભીડ વાળા રસ્તા પર ફરજ નિભાવી હતી.