સંતો-સેવકો અને બાપુના અનુયાઓની હાજરીમાં મામલદારની તપાસ
હરિગિરી મહારાજે લીધેલાં પ્લોટની પણ તપાસ થવી જોઈએ: મહેશગિરી બાપુ
- Advertisement -
બૅન્ક એકાઉન્ટ અને FDની પણ જરૂર પડ્યે તપાસ કરાશે: SDM
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ગિરનાર અંબાજી મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિર ખાતે હાલ વહીવટદાર તરીકે શહેર મામલતદરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે વહીવટી શાસન વ્યવસ્થા માટે ભીડભંજન મંદિરે આવેલો તનસુખગીરીબાપુનો અંગત રૂમ તંત્રએ ખોલતા તેમાંથી સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ મળી હતી અંબાજી મંદિરે પણ આવી જ રીતે તંત્રએ ઇન્વેન્ટરી બનાવતા મંદિરમાં પટારામાંથી માતાજીના અંદાજે ત્રણ કિલોના સોનાના અને 15 કિલોના ચાંદીના આભૂષણો નિકળ્યા હોવાનું સામે આવ્યુ છે. ગત રોજ ભારે પવનના લીધેબપોરના 1.30 વાગ્યા સુધી ગિરનાર રોપ-વે બંધ હતો ત્યાર પછી રોપ-વે શરૂ થતા તંત્રતરફથી મામલતદાર કે.એ.ત્રિવેદી, રેવન્યુ સ્ટાફ, પોલીસ બંદોબસ્ત સાથે ગિરનાર પર અંબાજી મંદિરે પહોંચ્યાહતા. સાથે મહંત તનસુખગીરીબાપુના નિકટના પરિજનો, મંદિરના સેવકો, પુજારીઓ તેમજ સંતગણમાંથી હરીગીરી મહારાજની અવેજીની ગિરનાર મંડળના અઘ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, મહેન્દ્રાનંદ ગીરીબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અહીં અંબાજી મંદિરે જયા માતાજીને ચડાવવામાં આવતા આભૂષણો માટે એક પટારો રાખવામાં આવ્યો છે.
પટારાને ખોલીને માંથી અનેક સોના-ચાંદીના આભૂષણો નિકળ્યા હતા તેની તંત્રએ સંપૂર્ણ વિડીયોગ્રાફી કરાવીને ઇન્વેન્ટી બનાવી અને તમામ ચિજવસ્તુઓ ફરીથી પટારામાં રાખીને સીલ કરી દીધી હતી. મંદિરમાંથી વાત કરીએ તો અંદાજે ત્રણેક કિલો સોનાના આભૂષણો અને 10 થી 15 કિલોના ચાંદીના અભૂષણો હોવાનું સુબોએ જણાવ્યુ હતુ. જો કે, સત્તાવાર રીતે મંધ્રિમાંથી શું શું મળ્યુ છે તેની વિગતો જાહેરકરવાની તંત્રએ ના પાડીને આ બાબતો ગોપનીય હોવાનું કારણ બતાવ્યુ હતુ પરંતુ સુત્રોના કહેવા અનુસાર સોનું-ચાંદીના આભૂષણો નિકળ્યા હતા. ભીડભંજન મહાદેવ મંધ્રિ ખાતે તનસુખગીરીબાપુના અંગત રૂમમાંથી આશરે 4 થી પ તોલા સોનુ અને 12.50 લાખ આસપાસ રોકડ મળી હોવાનું સુત્રોએ જણાવ્યુ છે. રૂમ ખોલ્યા પહેલા એવુ લાગતુ હતુ કે, પાંચથી છ કિલો સોનું અને 4 થી પ કરોડ રોકડા નિકળશે તેવો અંદાજ હતો પરંતુ આવુ કાંઇ ના મળતા હવે સવાલ એ થાય છે કે, ખરેખર સાચુ શું છે. તંત્ર દદ્વારા પણ હજુ સુધી આ મામલેકાઇ બોલવા તૈયાર નથી. જેથી હાલ તો ગિરનાર ક્ષેત્રમાં સાધુ-સંતો અને સેવકો અને ભાવિક ભકતોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
- Advertisement -
મંદિરમાં આવતા દાન ધર્માદા અંગે તંત્ર નજર રાખશેે: SDM
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, હાલ બે દિવસ દરમિયાન તનસુખગીરીબાપુનો અંગત રૂમ અને અંબાજી મંદિરે રહેલી તમામ કિંમતી ચિજ-વસ્તુઓની સુચી બનાવીને ફરીથી જેમહતુ તેમ રાખી દેવામાં આવ્યુ છે. દાનપેટી સીલ કરી દેવામાં આવી છે સાથે મંધ્રિમાંથી જે આભૂષણો મળયા તેને ફરીથી ત્યાં જ રાખે દેવામાં આવ્યા છે પરંતુ આ બાબત ખાનગી માલિકીનો હોય જેથી તંત્ર દ્વારા શું મળ્યુ તે જાહેર કરી શકાશે નહી. પરંતુ હવેથી મંદિરમાં આવતો દાન ધર્માદા અંગે તંત્ર નજર રાખશે તેમજ બાપુના રૂમમાંથી મળેલી એફડીના કાગળો અને બેંક એકાઉન્ટ અંગે જરૂર પડયે તપાસ કરવામાં આવશે. હાલ તમામ વસ્તુઓ સીલકરી દેવામાં આવી છે.
ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીબાપુનું શું કહેવુ છે
ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યુ કે, તનસુખગીરીબાપુનો રૂમ ખોલ્યો તેમાંથી 12 લાખ રોકડા અને 5 તોલા સોનુ મળ્યુ તે આશ્ર્યર્ચ અને સાથે દુ:ખની પણ બાબત છે કારણ કે પાછલા 40 વર્ષમાં અંબાજી માતાજીને આશરે 10 થી 12 કિલો સોનાના આભૂષણો ચડેલા છે આવી વાત તનસુખગીરીબાપુ જયારે હયાત હતા ત્યારે તેઓએ અનેક વખત કરી હતી. ત્યારે રૂમમાંથી નજીવુ સોનુ અને રોકડ મળતા બાકીનું સોનુ અને ચાંદી તેમજ રોકડ કયા ગઇ તે સવાલ છે, તનસુખગીરીબાપુ જયારે અસ્વસ્થ હતા તે મસયે કોઇએ સગેવગે કરી નાખ્યુ કે શુ તે તપાસનો વિષય છે અને આ મામલે સરકારે એજન્સી નિમિતે તપાસ કરાવે તેવી તેઓ માંગ કરી હ્યા છે. સાથે તનસુખગીરીબાપુએ મંદિરનો એક પ્લોટ જયા બાંધકામ કરીને આવક વધારવા પ્રયાસ કરેલો હતો ત્યારે પણતે પ્લોટ હરીગીરી મહારાજે વેચાણ કરાવી નાખ્યો હતો અને તેની ચેરીટી મારફત હરરાજી કરાવી હતી જેમાં માર્કેટંગનાભાવ અને જંત્રીના ભાવ મુજબ કરોડોની કિંમતનો પ્લોટ હતો તે પ્લોટની હરરાજીથી આવેલા જંત્રી મુજબ 75 લાખ તનસુખગીરીબાપુના એકાઉન્ટમાં જમા થયેલા હતા તો બાકીના માર્કેટભાવની તફાવતની આશરે અઢી કરોડની રકમ કયા ગઇ તે પણ સવાલ છે.