ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા એડવોકેટ મેહુલ બોઘરા હુમલા કેસના પડઘા મોરબીમાં પણ પડ્યા છે જેમાં મોરબીનાં વકીલોએ એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો અને મોરબી બાર એસોસિએશન, વકીલ મંડળ ઉપરાંત તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. આ અંગે મોરબી બાર એસોશિએશનના સેક્રેટરી જે.ડી. અગેચાણીયાએ જણાવ્યું હતું કે, સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલા હીંચકારા હુમલાના વિરોધમાં મોરબી વકીલ મંડળના તમામ વકીલ મિત્રો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી બાર એસોશિએશન દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કરી આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહીં રોકાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મેહુલ બોઘરા પર થયેલાં હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા



