ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબીમાં રહેતા યુવકની ફેસબુક આઈડીમા યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ડ્રોના નામે જાહેરાત આવતા ટીકીટ લીધી હતી જેમાં ઈનામી ડ્રોમા હીરો હોન્ડા લાગી છે તેમ કહી યુવક પાસેથી આરોપીએ રૂ.17,944 પડાવી લઈ ઈનામ નહી આપી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, મોરબીના ટીંબડી પાટીયા પાસે અશોક લેલન વર્ક શોપની ઓફિસમાં રહેતા ઝલકભાઈ પરસોત્તમભાઈ રાખોલીયા (ઉ.વ.26) એ આરોપી (1) મો.નં-96724 61936 નંબરના ધારક તથા (2) યુ.પી.આઇ. આઇ.ડી 9079419466 -3.ૂફહહયિાંવજ્ઞક્ષયાયના ધારક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ફેસબુક આઇ.ડી. ણફહફસ છફસવજ્ઞહશુફમા શ્રી યદુનંદન ગૌ સેવા સમીતીના નામે લક્કી ઇનામી ડ્રોના નામની જાહેરાત આવતા મો.નં-96724 61936 માં સંપર્ક કરતા ફરી શ્રી એ ઇનામી ડ્રો મા ટીકીટ લેતા સદરહુ મો.ન વાળાએ તમોને ઇનામી ડ્રો મા હીરો હોન્ડા સ્પ્લેન્ડર ઇનામમા લાગી છે તેમ કહી ફરીયાદી પાસેથી અલગ અલગ વીમાના તથા જી.એસ.ટી ના પૈસા ભરવા પડશે તેવુ કહી કુલ રૂ.17,944 લક્કી ડ્રોના નામે પડાવી લઈ ઇનામ આપ્યું ન્હોતું તેમજ ફરીયાદી શ્રી યદુનંદન ગૌશાળા મા સપર્ક કરતા આવી કોઇ ઇનામી ડ્રો ચાલતી નહી હોવાનુ જણાવતા લકી ડ્રોના નામે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.